શુક્રવારથી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ ભારતની મુલાકાતે

October 9, 2019 at 11:04 am


શુક્રવારથી બે દિવસ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. શનિવારે મોદી-જિનપિંગ વચ્ચે તામીલનાડુના મહાબલીપૂરમમાં દ્વિપક્ષીય મંત્રણા થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોતાના બે દિવસના પ્રવાસ દરમિયાન જિનપિંગ ક્યા કયા સ્થળોની મુલાકાત લેશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ 12 આેક્ટોબરે તેમની મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા થશે તેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચીનને પાકિસ્તાનનું પીઠબળ ગણવામાં આવી રહ્યું છે અને અત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે જે રીતે તણાવ પ્રવત} રહ્યાે છે તેને જોતાં જિનપિંગની આ મુલાકાત ભારત અને પાકિસ્તાન બન્ને માટે મહત્ત્વની બની રહેવાની છે. દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન આતંકવાદનો મુદ્દાે અગ્રસ્થાને રહેનાર હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું. આ ઉપરાંત વેપાર મામલે પણ બન્ને દેશો વચ્ચે મહત્ત્વની ચર્ચા થઈ શકે છે.

Comments

comments