શુક્રવારે ચોટીલામાં લુહાર સમાજ માટે શ્રીચંડી ચામુંડા અતિથિ ગૃહનું લોકાર્પણ

April 25, 2018 at 11:21 am


ચંડી ચામુંડા અતિથિગૃહ ચોટીલા ટ્રસ્ટના પ્રમુખ જેન્તીભાઇ પરમાર, મંત્રી પ્રવિણભાઇ પરમારે જણાવ્યું છે કે, પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે સમગ્ર દેશમાં વસતા લુહાર સમાજ માટે અધ્યતન સુવિધા ધરાવતું 4 માળનું હોટલને પણ ઝાંખુ પાડતુ શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહ (ચોટીલા)નું ટુંકાગાળામાં નિમાર્ણ કાર્ય પુર્ણ થયેલ છે અને તા. 27ને શુક્રવારના રોજ ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાશે. જેમાં સમારંભના પ્રમુખ સ્થાને નટવરલાલ અમૃતલાલ મકવાણા-મુંબઇ, અતિથિ વિશેષ જેન્તીભાઇ મિસ્ત્રી પરમાર (વંભવિદ્યાનગર), આશિર્વચન સંત શ્રી સિતારામ બાપુ (ઢસા – ભાવનગર), સંતશ્રી ઘનશ્યામદાસ બાબરા, મહંત શ્રી અિશ્વનગીરી બાપુ ચોટીલા મંદિર, મહાત્મા મહેન્દ્રબાપા ગોદડીયા – કુંડા ભાવનગર, સ્વામી ઉદયાનંદ સરસ્વતીજી – સુરત પધારી આશ}વચન પાઠવશે. શ્રી ચામુંડા માતાજી, વિશ્વકમાર્ ભગવાન, અંબાજી માતાજી, શ્રી ગણેશજી, શ્રી હનુમાનજી મહારાજની મુત}ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને મુતિર્પ્રતિષ્ઠા મહાયજ્ઞ યોજાશે. સમારોહનું દિપપ્રાગટય નટવરલાલ અમૃતલાલ મકવાણાના હસ્તે ખુલ્લાે મુકાશે. આ પ્રસંગે લુહાર સમાજના અગ્રણીઆે ટ્રસ્ટીઆે જેન્તીભાઇ પરમાર (રાજકોટ), પ્રફુલભાઇ પરમાર (મુંબઇ), પ્રવિણભાઇ પરમાર (રાજકોટ), દિનેશભાઇ પરમાર (મુંબઇ),ધીરુભાઇ પરમાર (મુંબઇ), ડાયાભાઇ પરમાર (મુંબઇ), વંભભાઇ પરમાર (સુરત),જેન્તીભાઇ પરમાર (મુંબઇ),વિરજીભાઇ પરમાર (મુંબઇ),અશોકભાઇ પરમાર (મુંબઇ), શાંતીભાઇ પરમાર (મુંબઇ), લાલજીભાઇ પરમાર (રાજકોટ), બચુભાઇ મકવાણા (મુંબઇ), અશોકભાઇ રાઠોડ (રાજકોટ), પ્રવિણભાઇ દાવડા (રાજકોટ) વગેરે દાતાશ્રીઆે ટ્રસ્ટી વગેરે ઉપસ્થિત રહેશે. તેમજ બાબુભાઇ કાતરવાળા પરમાર સુરત, કિશોરભાઇ રાઠોડ, અખિલ ભારતીય વિશ્વકમાર્ મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી (ધોરાજી) પરેશભાઇ દાવડા (રાજકોટ), ભરતભાઇ રાઠોડ (ભાવનગર), પિયુષભાઇ લુહાર (મહુવા), રજનીકાંતભાઇ લુહાર પ્રવિણભાઇ કવૈયા (રાજકોટ), રમેશભાઇ ચુડાસમા સુરત વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. સવારે મહેમાનોનું સ્વાગત, મૂતિર્પ્રતિષ્ઠા મહોત્સવ મહાયજ્ઞનો પ્રારંભ થશે બાદ સવારે 10 કલાકે ચંડી ચામુંડા અતિથિગૃહના દાતાશ્રીઆે, સંતો મહંતો તથા મહેમાનોનું સ્વાગત સન્માન સમારોહ યોજાશે. બપોરે 11 કલાકે મહાપ્રસાદ સહિત વિવિધ પ્રાેગ્રામો રજૂ કરાશે. સંસ્થાના પ્રમુખ જેન્તીભાઇ પરમાર રાજકોટએ જણાવેલ કે સમગ્ર દેશમાં વસતા લુહાર સમાજ માટે બહુજ ટુકા ગાળામાં 4 માળ ધરાવતુ અÛતન સુવિધા સભર શ્રી ચંડી ચામુંડા અતિથિ ગૃહનું ભૂમિપુજન દમયંતીબેન તથા ધીરુભાઇ પરમાર મુંબઇ (એકોફેન્ટવાળા)ના હસ્તે કરવામાં આવેલ. બાદમાં બહુ જ ટુંકા ગાળામાં તમામ ટ્રસ્ટીશ્રીઆે, દાતાશ્રીઆેના અથાગ પ્રયત્નથી સમગ્ર દેશ અને વિદેશમાં વસતા લુહાર સમાજ માટે શ્રી ચંડી ચામુંડા અતિથી ગૃહનું નિમાર્ણ થયુ અને તા. 27-4 શુક્રવારના રોજ ઉદઘાટન સમારોહમાં દેશવિદેશોમાંથી લુહાર સમાજ ઉમટી પડશે. આ માટે ચંડી ચામુંડા અતિથિગૃહ ચોટીલા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઆે જહેમત ઉઠાવી રહેલ છે.

Comments

comments

VOTING POLL