શુ ખરેખર જોવા મળશે ‘કસોટી જિંદગી કી’માં કપિલની ‘પત્ની’ ?

August 4, 2018 at 8:45 pm


‘કસોટી જિંદગી કી’ની સ્ટાર કાસ્ટના નામ સામે આવ્યા

લોકપ્રિય ટેલિવિઝન શો ‘કસોટી જિંદગી કી’ ફરી એકવાર આવી રહ્યો છે. જોકે તેની જાહેરાત થઈ ત્યારથી જ તે ચર્ચામાં છે. લોકોના મનમાં શોને લઈને ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે આ રિમેકમાં કયા એક્ટરને ક્યુ પાત્ર મળશે. લીડ રોલ માટે એક્ટર્સ ફાઈલન થયા બાદ હવે ધીમે-ધીમે સમગ્ર કાસ્ટના નામ સામે આવી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે ‘કસોટી જિંદગી કી’માં કપિલના શોમાં તેની પત્નીનો રોલ કરનારી સુમોના ચક્રવર્તીની એન્ટ્રી થવાની છે.

સુમોના ચક્રવર્તી બનશે અનુરાગની બહેન

રિપોર્ટ્સ મુજબ એકતા કપૂરે સુમોના ચક્રવર્તીને શોમાં અનુરાગ બાસુની બહેન નિવેદિતાનું પાત્ર ભજવવા માટે અપ્રોચ કરવામાં આવ્યો છે. જોકે આ વિશે હજુ સુધી એકતા કપૂર અને સુમોના તરફથી કોઈ નિવેદન અપાયું નથી.

ફાઈનલ થયું અનુરાગનું નામ

જણાવી દઈએ કે શોના આઈકોનિક પાત્ર પ્રેરણા, અનુરાગ અને કોમોલિકાને નવા શોમાં કોણ ભજવશે તેને લઈને કાસ્ટ ફાઈનલ થઈ ચૂકી છે. પ્રેરણાના રોલમાં અભિનેત્રી એરિકા ફર્નાન્ડીઝના નામ પર મહોર લાગી ચૂકી છે. તો અનુરાગના રોલ માટે વરુણ સોબતી, શરદ મલ્હોત્રો અને સાહિક શેખ જેવા ઘણા ટીવી એક્ટર્સના નામ સામે આવ્યા હતા, પરંતુ હવે નવા અનુરાગના રૂપમાં પાર્થ સમંથનનું નામ ફાઈનલ છે.

Comments

comments

VOTING POLL