શૂટિંગ સેટ પર શોએબની થઇ દીપિકા, જાણો આ લવ સ્ટોરીની રોમેન્ટિક કહાની…

August 6, 2019 at 10:47 am


ટીવી સીરિયલ ‘સસુરાલ સિમર કા’ ફેમ એક્ટ્રેસ દીપિકા કક્કડે તેના અભિનયથી લાખો લોકોના દિલ જીતી લીધા હતા. દીપિકા કક્કડ ‘સસુરાલ સિમર કા’ માં મુખ્ય ભૂમિકા નિભાવવાની સાથે ‘બિગ બોસ 12’ ની વિજેતા પણ રહી ચૂકી છે. દીપિકાએ ગયા વર્ષે 23 ફેબ્રુઆરીએ ટીવી એક્ટર શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના છ મહિના પછી જ દીપિકાએ ‘બિગ બોસ’માં આવવાનું નક્કી કર્યું હતું. શોમાં સલમાન ખાને શોએબને પૂછ્યું કે તે લગ્નના 6 મહિના પછી જ દીપિકાને ‘બિગ બોસ’ ના ઘરે કેમ મોકલવા માંગે છે ? ત્યારબાદ તેને દીપિકા અને શોએબ સાથે મજાક શરૂ કર્યો હતો. આ દરમિયાન દીપિકા કક્કડે કહ્યું હતું કે, તેનો અને શોએબનો સંબંધ ખુબ જ મજબૂત છે. અમારા પર ઘણી જવાબદારી છે એ માટે બીગ બોસમાં આવાનું નક્કી કર્યું હતું.

ટીવી સીરિયલ ‘સસુરલ સિમર કા’ ની એક્ટ્રેસ દીપિકા કક્કડ છેલ્લા ઘણા સમયથી તેના કો-સ્ટાર શોએબ ઇબ્રાહિમ સાથે ડેટ કરી રહી હતી. દીપિકાના આ બીજા લગ્ન હતાં. આ પહેલા દીપિકાએ વર્ષ 2009માં કો-સ્ટાર રોનક સેમસન સાથે લગ્ન કર્યા હતા. આ સંબંધ લાંબો સમય ચાલ્યો નહીં અને બાદમાં બંને વચ્ચે છૂટાછેડા થયા હતા.

‘સસુરાલ સિમર કા’ ના સેટ પર દીપિકાએ શોએબ ઇબ્રાહિમ સાથે મિત્રતા કરી હતી. શોએબ શો માં સિમરના પતિ પ્રેમની ભૂમિકા ભજવતો હતો. છૂટાછેડા બાદ દીપિકા અને શોએબ એકબીજાની નજીક આવ્યા હતા. ધીરે ધીરે આ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને આ મિત્રતાને પ્રેમમાં રૂપાંતરિત થવામાં સમય ન લાગ્યો. જ્યારે તેમના અફેરની વાત દુનિયાની સામે આવી ત્યારે બંનેએ તેમના સંબંધોને નકારી કાઢ્યા અને 3 વર્ષ સુધી એકબીજા સાથેના સંબંધમાં રહ્યા બાદ તેનો ખુલાસો કર્યો.

શોએબે શો છોડ્યા બાદ દીપિકા ખુબ જ નારાજ થઈ ગઈ હતી. કારણ કે, આ શો છોડતાં જ શોએબ 40 દિવસનાં આઉટડોર શેડ્યૂલ માટે પોતાના પ્રોજેક્ટ માટે નીકળી ગયો હતો. જોકે બંનેએ હંમેશાં એકબીજાને સાથ આપતા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેમનાં લગ્ન થઈ ગયાં હતાં અને આજે તે સુખી જીવન જીવે છે. ત્યારે આ રીલ થી રીયલ લાઈફ સુધીની કહાની ખુબ જ રોમેન્ટિક રીતે પસાર થઇ હતી ત્યારે આગળ પણ બંનેના જીવનમાં આજ રીતે ખુશીઓ જોવા મળશે એ કેવું ખોટું નથી, હાલમાં બંનેનો સંબધ મજબુત જોવા મળી રહ્યો છે.

Comments

comments