શેરબજારની વણથંભી તેજી

July 30, 2018 at 10:29 am


શેર માર્કેટ માટે હમણાં હમણાં સારા દિવસો આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. વીતેલા સપ્તાહમાં બજારમાં વણથંભી તેજીની ચાલ જોવા મળી હતી અને તેજીનો આ દોર હજુ ચાલુ રહે તેવું લાગી રહ્યું છે. . અત્યાર સુધીમાં આવેલા મોટા ભાગની કંપનીનાં પરિણામ એકદંરે સારાં આવ્યાં છે અને તેની બજાર ઉપર પોઝિટિવ અસર જોવા મળી છે.

એફઆઇઆઇ સહિત સ્થાનિક ફંડનું રોકાણ વધ્યું છે અને તેના કારણે જ લાર્જકેપ સેકટર સહિત મિડકેપ સેક્ટરમાં પણ સુધારાની ચાલ જોવા મળી છે. શેરબજારના નિષ્ણાતો મને છે કે, અત્યાર સુધી જે કોર્પોરેટ કંપનીનાં પરિણામ આવ્યાં છે તે રિઝલ્ટ જોતાં કંપની શેરના વેલ્યુએશન રિઝનેબલ છે અને તેના કારણે બાઇંગ વધ્યું છે. ખાસ કરીને એફએમસીજી સેક્ટરના શેરમાં તેની સીધી અસર જોવા મળી છે. નાેંધનીય છે કે સપ્તાહ દરમિયાન એફએમસીજી સેક્ટર ઇન્ડેક્સમાં 4.87 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.આગામી સપ્તાહમાં સાધારણ ટેિક્નકલ કરેક્શન આવી શકે છે, પરંતુ અંડર કરન્ટ ખૂબ જ સ્ટ્રાેન્ગ છે. ખાસ કરીને િ્મડકેપ અને સ્મોલકેપ સેક્ટર ઇન્ડેક્સમાં આગામી સપ્તાહે સુધારાની ચાલ જોવા મળી શકે છે એવી ધારણા પણ બજારના નિષ્ણાતો રાખી રહ્યા છે.

આગામી સપ્તાહની 31 જુલાઇ અને 1 આેગસ્ટે એમ બે દિવસીય આરબીઆઇની મોનેટરી પિાે્લસી બેઠક છે. 1 આેગસ્ટે ક્રેડિટ પિાે્લસીનો નિર્ણય જાહેર થશે. બજારની નજર તેના ઉપર રહેશે એટલું જ નહી, આ 1 આેગસ્ટે યુએસ એફઆેએમસીની બેઠકનો નિર્ણય જાહેર કરશે. બજાર માટે આ નિર્ણય મહÒવનો રહેશે. એ જ પ્રમાણે જુલાઇ મહિનાના આેટો સેલ્સના ડેટા પણ આગામી 1 આેગસ્ટે જાહેર થશે.આગામી સપ્તાહે પણ શેરબજારમાં આેગેકૂચ જારી રહે તેવી શક્યતા વધુ છે આવી સ્થિતિમાં રોકાણકારો માટે સારો સમય ચાલી રહ્યાે છે તેમ કહી શકાય.

Comments

comments

VOTING POLL