શેરબજારનું મોદીને શાનદાર વેલકમ: સેન્સેકસ ૪૦૦૦૦ને પાર: રોકાણકારો ઝૂમી ઉઠા

May 23, 2019 at 11:20 am


Spread the love

આજે દેશભરમમાં મત ગણતરી ચાલી રહી છે અને ઉમેદવારોની ધડકન વધી રહી છે.. શેરબજારમાં પણ સેન્સેકસ ઉપર સૌની નજર છે અને આજે પ્રવાહ શ થતા જ સેન્સેકસ નવી ઉંચાઈ તરફ જતો જોવા મળી રહ્યો છે. આજે પ્રારંભમાં જ સેન્સેકસમાં ૭૫૦ પોઈન્ટનો ઉછાળો જોવાયા બાદ સેન્સેકસ સતત વધી રહ્યો છે અને ૪૦૦૦૦ને પાર થઈ ગયો છે. નિફટીએ પણ ૧૨૦૦૦ની સપાટી વટાવી દીધી છે. એકઝીટ પોલ; આવ્યા ત્યારે પણ સેન્સેકસમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો અને આજે પણ સેન્સેકસ રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે.

આ લખાય છે ત્યારે સેન્સેકસ ૮૮૮ પોઇન્ટના ઉછાળા સાથે ૪૦૦૦૦ ઉપર અને નિફટી ૨૫૭ પોઇન્ટ ઉછળીને ૧૨૦૦૧ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આજે તમામ સેકટોરીયલ ઇન્ડેકસમાં લાવ લાવ થઇ રહ્યું છે અને ચોતરફ લેવાલી જોવા મળી રહી છે. દેશમાં મોદી સરકાર ફરીથી સત્તા ઉપર આવી રહી છે તેવા સંકેતોથી રોકાણકારોમાં હર્ષેાલ્લાસ છવાયો છે. બે દિવસ પૂર્વે જ નિષ્ણાતોએ જો મોદી સરકાર સત્તા ઉપર આવશે તો સેન્સેકસ ૪૦ હજારને પાર કરી જશે તેવી આગાહી કરી હતી અને હવે આ આંકડો ગમે ત્યારે પાર થઇ જશે તેમ લાગે છે.