શેરબજારમાં કડાકોઃ સેન્સેક્સમાં 450 પોઈન્ટનું ગાબડું, નિફટી 136 પોઈન્ટ તૂટયો

September 11, 2018 at 3:34 pm


શરૂઆતમાં ફ્લેટ કારોબાર બાદ શેરબજાર ધડામ થયું હોય તેવી રીતે 450 પોઈન્ટનું તોતિંગ ગાબડું પડયું હતું. આ સાથે જ છેલ્લા ઘણા સમયથી તેજીમાં રહેલો સેન્સેક્સ 37500ની સપાટીની નીચે આવી ગયો હતો. આવી જ રીતે નિફટી પણ 136 પોઈન્ટ તૂટવા પામ્યો છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 455 પોઈન્ટના ગાબડા સાથે 37466 અને નિફયી 136 પોઈન્ટના કડાકા સાથે 11300 ઉપર કારોબાર કરી રહ્યાે છે.

શેરબજારે આ કારોબારી સપ્તાહના બીજા દિવસની શરૂઆત ફ્લેટ કરી હતી. આજે વૈશ્વિક બજાર તરફથી મળેલા નબળા સંકેતોને પગલે શેરબજાર તૂટયું હતું. શરૂઆતી કારોબારમાં એક્સિસ બેન્ક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ફોસીસ, સન ફામાર્ અને એશિયન પેઈન્ટસના શેર ટોગ ગેનરમાં સામેલ થયા હતાં. બીજી બાજુ આઈટીસી, ટાઈટન, ઈન્ફ્રાટેલ અને હિન્દુસ્તાન યીનીલિવરના શેર નેગેટિવ કારોબાર કરી રહ્યા હતાં. ગઈકાલે પણ બજારના અંતિમ કારોબારમાં વેચવાલીને પગલે સેન્સેક્સ 467 પોઈન્ટ તૂટયો હતો.

Comments

comments

VOTING POLL