શેરબજારમાં તેજી યથાવતઃ સેન્સેક્સ 250 પોઈન્ટ ઉછળ્યો

August 3, 2018 at 12:06 pm


એશિયાઈ બજારો તરફથી મળી રહેલા સંકેતોને પગલે ભારતીય શેરબજારોમાં તેજીનો માહોલ યથાવત રહ્યાે છે. ઉઘડતી બજારે સેન્સેક્સમાં 250 પોઈન્ટનો ઉછાળો નાેંધાયો હતો જ્યારે નિફટી પણ સતત આગેકૂચ કરી રહ્યાે છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 255 પોઈન્ટના ઉછાળા સાથે 37420ના સ્તરે કારોબાર કરી રહ્યાે છે. જ્યારે નિફટી 80 પોઈન્ટના ઉછાળા સાથે 11325 ઉપર કારોબાર કરી રહ્યાે છે.

બજારમાં આજે ચારે બાજુ ખરીદારી જોવા મળી રહી છે. આજના કારોબારમાં રિયલ્ટી, આેટો અને આઈટી શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળી રહ્યાે છે. બીએસઈનો રિયલ્ટી ઈન્ડેક્સ અંદાજે 1 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યાે છે જ્યારે નિફટીના આઈટી ઈન્ડેક્સમાં 0.56 ટકા અને આેટો ઈન્ડેક્સમાં 0.76 ટકાનો ઉછાળો નાેંધાયો છે. બેન્ક નિફયી 0.57 ટકા વધીને 27517ની આસપાસ કારોબાર કરી રહ્યાે છે.

Comments

comments

VOTING POLL