શેરબજારમાં ફુલગુલાબી તેજીઃ સેન્સેક્સમાં 364 પોઈન્ટનો ઉછાળો

June 10, 2019 at 11:11 am


આજે કારોબારના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારે જોરદાર શરૂઆત કરતાં ફુલગુલાબી તેજી જોવા મળી રહી છે. આજે પ્રારંભે 171 પોઈન્ટ ઉછળ્યા બાદ તેજી યથાવત રહેતાં સેન્સેક્સે 364 પોઈન્ટની છલાંગ લગાવી હતી. બીજી બાજુ નિફટીમાં પણ 104 પોઈન્ટનો વધારો નાેંધાયો હતો. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 364 પોઈન્ટના ઉછાળા સાથે 39797 અને નિફટી 64 પોઈન્ટ વધીને 11934 ઉપર કારોબાર કરી રહ્યાે છે.

કારોબાર દરમિયાન સેન્સેક્સના 30માંથી 27 અને નિફટીના 55માંથી 44 શેરમાં તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને યસ બેન્કમાં 2.5 ટકા અને ઈન્ડસઈન્ડ બેન્કના શેરોમાં 2 ટકાનો ઉછાળો નાેંધાયો છે. બીએસઈમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આેએનજીસી અને કોટક બેન્કના શેરોમાં 0.5 ટકાનો ઘટાડો જોવાયો છે. એનએસઈના તમામ 11 સેક્ટર ઈન્ડેક્સમાં ઉછાળો નાેંધાયો છે. મીડિયા ઈન્ડેક્સમાં સૌથી વધુ 1 ટકાનો ઉછાળો નાેંધાવા પામ્યો છે.
એકંદરે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારની બમ્પર શરૂઆત થતાં રોકાણકારો ખુશખુશાલ થઈ ગયા હતા

.

Comments

comments

VOTING POLL