શેરબજારમાં મોટી ઉથલ-પાથલ થતી અટકાવવા બીએસઈ-એનએસઈ બાજ નજર રાખશે

June 26, 2018 at 11:07 am


બીએસઇ અને એનએસઇએ સવેલન્સનું નવું માળખું તૈયાર કર્યું છે, જે અંતર્ગત તે ચોકકસ શેરો પર વધુ બાજ નજર રાખવામાં આવશે અને તે મુજબ સ્ટોકસની સમીક્ષા થશે. તેને કારણે રોકાણકારોના હિતની વધારે કાળજી લેવાશે. એએસએમ અથર્તિ (અડિશનલ સર્વેલન્સ મેજર્સ) અંતર્ગત જે કંપ્નીના શેરના ભાવમાં ત્રણ મહિનામાં 200 ટકા કે તેથી વધુનો વધારો ઘટાડો થયો હશે તેને એએસએમમાં લેવાશે. ટોચના 25 કલાયન્ટ્સનું કોન્સન્ટ્રેશન છેલ્લા ત્રણ મહિનામાં 30 ટકા કે તેથી વધુ હશે તો એએસએમમાં લેવાશે. ત્રણ મહિનામાં ઓછામાં ઓછી 30 ઉપલી કે નીચલી સર્કિટ લાગી હશે તો પણ શેરને વધારાના સર્વેલન્સમાં લેવાશે. કલોઝ ટુ કલોઝ પ્રાઇઝ વેરીએશન અંતર્ગત છેલ્લા 30 ટ્રેડિંગ સેશનમાં ભાવમાં 100 ટકા કે તેથી વધુ ફેરફાર થયો હોય તેને વધારાના સર્વેલન્સમાં લેવાશે.
સરકયુલર મુજબ વધારાના સર્વેલન્સના માપદંડ બન્ને શેરબજારો નકકી કરશે. ગયા સપ્તાહે બન્ને એકસચેન્જ અને સેબીના અધિકારીઓની મીટિંગ મળ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. જે શેરને એએસએમ અંતર્ગત જે તારીખે લેવાશે તે દિવસથી જ તેમાં પાંચ ટકાની સર્કિટ લાગુ થશે. આવા શેરોમાં ટ્રેડિંગ માટે 100 ટકા માર્જીન ભરવાનું રહેશે. એક મહિના પછી સ્ક્રીપ્નો પીઇ રેશિયો 100થી વધુ હશે તો તેને ટી-ટુ-ટી (ટ્રેડ ટુ ટ્રેડ) સેગમેન્ટમાં ખસેડાશે. એએસએમ અંતર્ગત લેવામાં આવનારા શેરની દર બે મહિને સમીક્ષા થશે.
10થી ઓછો પીઇ રેશિયો ધરાવતી સ્ક્રીપ્ને એએસએમ ફ્રેમવર્કમાંથી બહાર કાઢવામાં આવશે અને તેનો બંધ ભાવ ત્યાર પછીની સમીક્ષા માટે બેઝ પ્રાઇઝ બનશે. એનએસઇ પ00 ઇન્ડેકસના પીઇ રેશિયો ધરાવતા શેરો એએસએમમાં જ રહેશે. જોકે આવા શેરોને ટી-ટુ-ટી સેગમેન્ટમાંથી બહાર લેવાશે.
પીએસયુ કંપ્નીઓ, પીએસયુ બેન્કો, ગ્રેડેડ સર્વેલન્સ મીઝર હેઠળ રહેલી સિકયોરિટીઝ, ડેરિવેટિવ્ઝમાં ઉપલબ્ધ શેરો અને ટી-ટુ-ટીમાં ટ્રેડ થતા શેરોને એએસએમ માટે શોર્ટલિસ્ટ થનારા શેરોમાંથી બાકાત રખાશે.

Comments

comments

VOTING POLL