શેરબજારમાં હવે કરેક્શનનો તબક્કાેં

February 5, 2018 at 7:58 pm


શેરબજાર, બુલિયન, qક્રપ્ટો કરન્સી, ક્રૂડ સહિતનાં બજારોમાં એકસાથે નરમાઈ ફરી વળે તેવી પરિસ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે અને ગયા શુક્રવારે દુનિયાભરનાં બજારો આ ટ્રેન્ડના સાક્ષી બન્યાં હતાં. આથી, બજારના પંડિતોને લાગે છે કે, કરેક્શનનો તબક્કાે હવે શરુ થઈ ગયો છે. શેરબજારોમાં ડિસેમ્બરના અંતથી જાન્યુઆરી સુધી સારી એવી તેજી ચાલી હતી. .

ભારતનાં બજારો હોય કે અમેરિકા કે પછી યુરોપનાં બજારો, આ તમામ બજારોમાં કોઈ ને કોઈ કારણોસર વેચવાલી ફરી વળી હતી અને છેલ્લા બારથી પંદર મહિનાના મોટા કડાકા નાેંધાયા હતા. રોકાણકારો માટે શુક્રવાર ફ્રાય-ડે’ બન્યાે હતો. ભારતીય શેરબજારમાં તેના ઇતિહાસનો નવમો સૌથી મોટો કડાકો બોલાયો હતો તો અમેરિકાનો બેન્ચમાર્ક 500માં સપ્તાહ દરમિયાન 3.9 ટકા ઘટાડો થયો હતો જે નવેમ્બર 2008 પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો હતો.
ભારતમાં કડાકા પાછળ બજેટનું કારણ જવાબદાર હતું તો અમેરિકાના શેરબજાર તૂટવા પાછળ યીલ્ડમાં સુધારો અને ફુગાવો વધવાનું તો બુલિયનમાં કડાકા માટે બોન્ડમાં ફંડોનો પ્રવાહ વળવાનું કારણ આગળ મુકાતું હતું. અમેરિકાના શેરબજારનો બેન્ચમાર્ક 665 પોઇન્ટ તૂટéાે હતો જે નવેમ્બર 2016માં પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછીનો સૌથી મોટો ગણાવાતો હતો. બુલિયનમાં પણ 15 ડોલરનો ઘટાડો છેલ્લા ત્રણ મહિનામાં કોઈ એક દિવસનો સૌથી મોટો મુકાતો હતો. આમ બજારો ઘટવા પાછળ ભલે અલગ અલગ કારણો હોય પણ ટ્રેન્ડ એક જ હતો અને તે ઘટાડાનો. આને કારણે એનાલિસ્ટોમાં ફેબ્રુઆરી મહિનો વૈિશ્વક સ્તરે કરેક્શનનો બની શકે એવો અંદાજ મૂકવામાં આવે છે.
ભારતીય શેરબજારની સ્થિતિ વૈિશ્વક કરતાં અલગ હોવા છતાં દરિયાપારનાં શેરબજારોમાં નરમાઈનો વાયરો ફૂંકાશે તો ભારતીય શેરબજાર વધુ દાઝશે એમ જણાવીને બીએમ ગ્લોબલ સિક્યોરિટીઝના એમડી અને સીઇઆે ભદ્રેશ મહેતાનું કહેવું હતું કે, બજેટની કેટલીક જોગવાઈથી શેરબજારનું સેન્ટિમેન્ટ ડહોળાયેલું છે અને તેજીવાળા બેકફૂટ પર આવ્યા છે. આવા સમયે જો નવી ખરીદી અટકી જશે તો તેજીને આગળ વધવા સામે મુશ્કેલીઆે સજાર્શે.

Comments

comments

VOTING POLL