શેરબજાર ઉંધે કાંધઃ 1029 પોઈન્ટનું તોતિંગ ગાબડુંઃ પાંચ મિનટમાં 4 લાખ કરોડનું ધોવાણ

October 11, 2018 at 10:40 am


ભારતીય શેરબજારમાં આજે ઉઘડતી બજારે જ 1000 પોઈન્ટનું તોતિંગ ગાબડું પડી જતાં રોકાણકારોમાં બોકાસો બોલી જવા પામ્યો છે. માર્કેટ ખુલતાની સાથે જ આટલો મોટો કડાકો નાેંધાતાં માત્ર પાંચ જ મિનિટમાં ચાર લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું હતું. બીજી બાજુ નિફટી પણ 311 પોઈન્ટ તૂટયો હતો તો રોજની માફક આજે પણ ડોલર સામે ભારતીય રૂપિયો નતમસ્તક થઈને 24 પૈસા નબળો પડયો હતો. બીજી બાજુ પેટ્રાેલ-ડીઝલના ભાવમાં પણ રાબેતા મુજબનો વધારો થવા પામ્યો હતો. આજના કારોબારમાં તમામ સેક્ટરના શેરોમાં કડાકો બોલી જતાં રોકાણકારોને માથે આેઢીને રોવાનો વારો આવ્યો છે તો વિવિધ કંપનીઆેની મૂડીમાં 134 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો નાેંધાયો છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 948 પોઈન્ટના ઘટાડા સાથે 33812 અને નિફયી 306 પોઈન્ટના કડાકા સાથે 10153 ઉપર કારોબાર કરી રહ્યાે છે.
ગઈકાલે ઘટેલા ભાવે લેવાલી અને ડોલરના મુકાબલે રૂપિયામાં સુધારાથી ભારતીય શેરબજાર તેજીમાં હતું. બેન્કીગ, આેટો, ધાતુ શેરોમાં રોકાણકારોની લેવાલીથી સેન્સેક્સ 461 પોઈન્ટ ઉછળ્યો હતો. આજના કારોબારમાં સેન્સેક્સના 31માંથી 30 શેરોમાં વેચવાલી જોવા મળી રહી હતી તો માત્ર એક જ શેર મજબૂતી સાથે કારોબાર કરી રહ્યાે હતો. જ્યારે નિફટીના પણ 50માંથી 46 શેર તૂટી જવા પામ્યા હતા અને માત્ર ચાર જ શેરમાં ખરીદારી જોવા મળી રહી હતી. આ દરમિયાન સેન્સેક્સ પર એક્સિસ બેન્કના શેર 4.91 ટકા, વેદાંતા 4.15 ટકા, એસબીઆઈ 4.05 ટકા, ટાટા સ્ટીલ 3.63, ભારતી એરટેલ 3.37 ટકા, મારૂતિ 3.18 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક 3.15 ટકા અને રિલાયન્સના શેરો 3.13 ટકા સુધી તૂટી ગયા હતાં. જ્યારે નિફટીમાં આવતાં શેરોમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાયનાન્સના શેરોમાં 7.49 ટકા, બજાજ ફાયનાન્સ 6.82 ટકા, બજાજ ફાયનાન્શીયલ સવિર્સીઝ 5.71 ટકા, એક્સિસ બેન્ક 4.90 ટકા અને આઈશર મોટર્સના શેરોમાં 4.80 ટકાનો ઘટાડો નાેંધાયો હતો.
શેરબજારની સાથે સાથે ચલણ બજારમાં પણ મંદીનું મોજું ફરી વળ્યું હતું. ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો સતત તૂટી રહ્યાે છે ત્યારે આજે ફરી 24 પૈસા નબળો પડીને 74.43ની સર્વોચ્ચ સપાટીએ પહાેંચી ગયો છે. જ્યારે દરરોજ વધી રહેલા ભાવવધારાની જેમ જ આજે પણ પેટ્રાેલ અને ડીઝલના ભાવમાં પણ વધારો નાેંધાયો છે.

Comments

comments

VOTING POLL