શેરબજાર ડામાડોળ સ્થિતિમાં

October 10, 2018 at 11:10 am


ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ભલે ભારતનો ગ્રાેથ રેટ સારો બતાવે પરંતુ શેર માર્કેટની હાલની સ્થિતિ જોતા દેશનું ગ્રાેથ એન્જીન ખોટકાઈ ગયું હોય તેવું લાગે છે. શેરબજાર તેજીના તબક્કામાંથી એકાએક મંદીના ઝોનમાં પ્રવેશી ગયું છે. દેશના ઈકોનોમીક પેરામીટર્સ નેગેટિવ થઈ જતાં શેરબજારના ખેલાડીઆે સહિત વિદેશી રોકાણકારોની ચિક્કાર વેચવાલી ફરી વળી છે, અને એક પછી એક મંદીના કારણો આવતાં ગયા, અને માર્કેટ વધુને વધુ તૂટતું ગયું છે. છેલ્લા દિવસોમાં રોકાણકારોના લાખ્ખો-કરોડો રુપિયા સ્વાહા થઇ ગયા છે તેનો ઇન્કાર થઇ શકે તેમ નથી. એક પ્રકારનું અવિશ્વાસનું વાતાવરણ ઉભું થયું છે.

શેરબજાર હાલ મંદીની ગતાર્માં ધકેલાઈ ગયું છે. હવે આગામી સપ્તાહે શેરબજાર મંદીની ગતાર્માં વધુ ધકેલાશે કે પછી તેજી તરફી થશે. એવા તો કયા કારણો છે કે શેરબજાર તેજીમાંથી મંદીમાં આવી ગયું. અને હવે મંદીમાંથી તેજીમાં લાવવા માટે શુ કરવું જોઈએ.. આવા અનેક પ્રશ્નો છે, પણ ગત સપ્તાહે શેરબજારમાં જે કડાકો થયો છે તે ટૂંકા સમયમાં પુરાય તેવો નથી.

આૅલરાઉન્ડ વેચવાલીથી હાલ તો શેરબજારમાં ભારે ગભરાટનો માહોલ સજાર્યો છે. બધાને એક જ વાતનો ડર છે કે હવેમાર્કેટ વધુ તૂટશે તો પેમેન્ટ ક્રાઈસીસ ઉભી થશે. કેન્દ્ર સરકારના પરિવહનપ્રધાન નિતીન ગડકરીએ ટીવી ચેનલોમાં કહ્યું હતું કે તેલની વધુ આયાત અને રુપિયામાં સતત ઘટાડો થઈ રહ્યાે છે, જેને કારણે દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યાે છે. રુપિયો સતત ઘસાતો રહ્યાે છે, જેને કારણે ક્રૂડની આયાત માેંઘી બની રહી છે, તો સામે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ પણ વધી રહ્યા છે.

Comments

comments

VOTING POLL