શેરબજાર ધડામઃ સેન્સેક્સમાં 300 અંકનો કડાકો, રૂપિયો કડડભૂસ

August 13, 2018 at 1:46 pm


અમેરિકા અને તુર્કીની વચ્ચે ચાલતા વિવાદની અસર દુનિયાભરના શેર બજારો પર પડી રહી છે. આજે બજાર ખૂલતાની સાથે મોટો ઘટાડો નાેંધાયો. તો બીજીબાજુ ડોલરની સરખામણીમાં રુપિયો અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી પર આવી ગયો છે. સેન્સેક્સ ખૂલતામાં 176 અંક તૂટીને 37693.19 ઉપર જ્યારે નિફટી 59.9 અંક તૂટી 11369.60 ખુલ્યો હતો. આ લખાય છે ત્યારે સેન્સેક્સ 256 પોઇન્ટ તૂટેલો છે અને ચોતરફ વેચવાલી છે. બીજીબાજુ રુપિયો ડોલરની સરખામણીમાં 0.635 પૈસા તૂટીને 69.47 ખૂલ્યો અને થોડીક જ વારમાં 69.62ની નીચલી સપાટી પર આવી ગયો હતો.
આજે રુપિયો અત્યાર સુધીની નીચલી સપાટી પર પહાેંચી ગયો છે. ટ્રેડિ»ગ સેશન દરમ્યાન રુપિયો 69.58 પ્રતિ ડોલરના ભાવ પર પહાેંચી ગયો. જે આેલટાઇમ લો સપાટી છે. આ અંગે કોમોડિટ એક્સપટ્ર્સનું કહેવું છે કે યુરોપિયન કરન્સીમાં સ્લોડાઉન અને તુર્કીમાં આર્થિક સંકટથી બેિન્કંગ શેરોમાં નરમાઇના લીધે ડોલર અન્ય કરન્સીની સરખામણીમાં મજબૂત થયો છે. તેના લીધે રુપિયો નબળો પડéાે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુર્કીથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ડéુટી બમણી કરવાની જાહેરાત કરી. ટ્રમ્પે આ પગલું એવા સમયે ભર્યું છે જ્યારે તુર્કી પહેલેથી આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે અને અમેરિકાની સાથે કૂટનીતિક વિવાદોમાં ફસાયેલું છે. ટ્રમ્પે ટિંટર પર કહ્યું હતું કે મેં તુર્કીના સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ બમણી કરવાની મંજૂરી આપી દીધી છે. તેમની કરન્સી લીરા અમારા મજબૂત ડોલરની સરખામણીમાં ઝડપથી નીચે પડી રહી છે. તેમણે કહ્યું કે અમારા તુર્કી સાથે અત્યારે સંબંધ ઠીક નથી. આ નિવેદન બાદ લીરામાં જબરદસ્ત ઘટાડો આવ્યો અને રેકોર્ડ બ્રેક નીચલી સપાટી પર જતી રહી.

Comments

comments

VOTING POLL