શેરબજાર પૂરબહારઃ સેન્સેક્સ 39000ની નજીક, નિફટીની પણ આગેકૂચ

August 28, 2018 at 12:58 pm


છેલ્લા ઘણા દિવસોથી ભારતીય શેરબજારમાં પ્રવત} રહેલી તેજીનો ટ્રેન્ડ આજે પણ યથાવત રહેતાં સેન્સેક્સ 39000ની સપાટી નજીક પહાેંચી ગયો છે. બીજી બાજુ નિફટીએ પણ આગેકૂચ કરતાં નવી સપાટી બનાવી છે. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે 223 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 38918 અને નિફટી 66 પોઈન્ટના ઉછાળા સાથે 11758 ઉપર કારોબાર કરી રહ્યાે છે.મેટલ, ફામાર્, આઈટી, પ્રાઈવેટ બેન્ક, આેટો, એફએમસીજી, કેપિટલ ગુડસ, પાવર અને આેઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. જ્યારે પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં થોડું દબાણ જોવા મળી રહ્યું છે.

બજારમાં કારોબાર દરમિયાન દિગ્ગજ શેરોમાં એનટીપીસી, ગેલ, સિપ્લા, કોલ ઈન્ડિયા, સન ફામાર્, વેદાંતા અને પાવર ગ્રીડમાં ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે યસ બેન્ક, ટાઈટન, બજાજ આેટો, એચયુએલ, વિપ્રાે અને હિરો મોટો નબળા પડયા છે.

મીડકેપ શેરોમાં એલ્કેમ લેબ, પીરામલ એન્ટરપ્રાઈઝ, રામકો સિમેન્ટ, આેરેકલ ફાયનાન્શીયલ અને એમ એન્ડ એમ ફાયનાન્શીયલ મજબૂત બન્યા છે તો એન્ડુરેન્સ ટેક, એપોલો હોસ્પિટલ, વક્રાંગી, અદાણી પાવર અને આદિત્ય બીરલા ફેશન નબળા પડયા છે.

સ્મોલકેપ શેરોમાં મુંજાલ આેટો, મુંજાલ શોવા, અબાન આેફશોર, કેસીપી સુગર અને ચંબલ ફટિર્લાઈઝર્સ મજબૂત બન્યા છે તો ક્વાલિટી, તલવલકર્સ ફિટનેસ, 8કે માઈલ્સ, શ્રેયસ શિપિંગ અને નેક્ટર લાઈફ નબળા પડયા છે.

Comments

comments

VOTING POLL