શૈલેષ ધાંધલીયાનો વધુ એક સાગરીત સુરતથી ઝડપાયો

September 6, 2018 at 2:35 pm


તળાજામાં ફાયરિ»ગ મામલે
શૈલેષ ધાંધલીયાનો વધુ એક સાગરીત સુરતથી ઝડપાયો
આજકાલ પ્રતિનિધિ-ભાવનગર
તળાજામાં થાેડા દિવસ પૂર્વે જમીન મામલે વેપારી સામે તમંચો તાકી ફાયરીગ કરાયુ હતું જે મામલે ક્રાઈમ બ્રાંચે શેલેષ ધાંધલ્યા સહિત ત્રણની ધરપકડ કરી જેલ હવાલે કરી દિધા હતા આ કેસમાં ફરાર તળાજા અને ઠાડચ ગામના શખસને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી લોકઅપ હવાલે ધકેલી દિધા હતા.
દરમિયાન આ કેસમાં ફરાર મુળ દિહોરના અને હાલ સુરત ખાતે રહેતા દિલીપ ઉર્ફે સુખો બાલા મકવાણાને કામરેજ પોલીસે ઝડપી પાડયો હતો. આ શખસ અગાઉ ચોરી, લૂંટ, અપહરણ, ખંડણી સહિતના 22 જેટલા ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલવા પામ્યુ હતુ.
બનાવ સંદર્ભે જાણવા મળતી સઘળી વિગતો અનુસાર તળાજામાં યાકુબભાઈની વાડી ખાતે રહેતા યોગેશભાઈ રામજીભાઈ પરમાર પર થાેડા દિવસ પૂર્વે ફાયરીગ કરાતા શૈલેષ ધાંધલીયા, મુકેશ મગનભાઈ શિયાળ, ભદ્રેશ ઉર્ફે ભુરીયો ગોસ્વામી, જશુ પાતાભાઈ, ભરત રામજીભાઈ સોસા સહિતના શખસ સામે ફરીયાદ નાેંધાવા પામી હતી.

Comments

comments

VOTING POLL