શ્યામ રાજાણીએ ડો.ઉમેશ ગાેંડલિયાની ડિગ્રીમાં છેડછાડ કરી પોતાની નકલી ડિગ્રી બનાવી નાખી

January 18, 2019 at 4:02 pm


કુવાડવા રોડ પર આવેલ લાઈફ કેર હોસ્પિટલના કહેવાતા તબીબ શ્યામ રાજાણી સામે એક પછી એક ત્રણ ગુના નાેંધાયા બાદ તેની નકલી ડિગ્રીની તપાસમાં પોલીસને મહત્વના પુરાવા હાથ લાગ્યા છે જેમાં ડો.ઉમેશ ગાેંડલિયાની એમ.ડી.ની ડિગ્રીમાં છેડછાડ કરી પોતાના નામે નકલી ડિગ્રી બનાવી નાખ્યાનું બહાર આવ્યું છે.

લાઈફ કેર હોસ્પિટલના મહાનગરપાલિકામાં રજિસ્ટ્રેશન માટે હોસ્પિટલમાં કયા કયા તબીબો જોડાવાના છે તે અંગે મહાનગરપાલિકામાં મંજૂરી વખતે લેખિતમાં ડોકટરોની ડિગ્રી સાથેની અરજી કરવાની હોય છે. જે તે વખતે ચારથી પાંચ ડોકટરોની ડિગ્રી શ્યામ રાજાણી પાસે હતી અને તે મહાનગરપાલિકામાં અરજી સાથે રજૂ કરવાની હોય તેમાની એમ.ડી.ની ડિગ્રી ધરાવતાં ડો.ઉમેશ ગાેંડલિયાની ડિગ્રીમાં છેડછાડ કરી લેપટોપમાં શ્યામ રાજાણીએ પોતાના નામની નકલી ડિગ્રી બનાવી નાખી હતી. આજે સાંજે શ્યામ રાજાણીને પોલીસ કોર્ટ હવાલે કરશે. વધુ રિમાન્ડ માટેની માગ પણ પોલીસે કરી છે. હોસ્પિટલના કર્મચારીના અપહરણ તેમજ સરકારી હોસ્પિટલના દવાનો જથ્થાે પોતાની હોસ્પિટલમાં રાખવા તેમજ નકલી ડિગ્રી અંગેના ત્રણ-ત્રણ ગુના શ્યામ રાજાણી વિરૂધ્ધ નાેંધાયા છે. રાજકોટમાં ટોક આેફ ધ ટાઉન બનેલા આ પ્રકરણમાં પોલીસે નકલી ડિગ્રીના મુળ સુધી પહાેંચી શ્યામ રાજાણીએ ડો.ઉમેશ ગાેંડલિયાની નકલી ડિગ્રી પોતાના નામે કરી લીધાનો ભાંડો ફોડી નાખ્યો છે. આ પ્રકરણમાં આગામી દિવસોમાં પોલીસ શ્યામ રાજાણીની હોસ્પિટલ સાથે જોડાયેલ તમામ તબીબોની પણ પૂછપરછ કરી નિવેદન લેશે.

Comments

comments

VOTING POLL