શ્રદ્ધા કપુરની ત્રણ ફિલ્મો ટુંકમાં રજૂ કરાશે : રિપાેર્ટ

August 27, 2018 at 6:52 pm


બાેલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી શ્રદ્ધા કપુરની ત્રણ ફિલ્મો આ વષેૅ રજૂ કરવામાં આવનાર છે. જે પૈકીની પ્રથમ ફિલ્મ ?ી હોરર અને કોમેડી ફિલ્મ છે. ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ કામ કરી રહ્યાાે છે. બીજી તેની ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ નામની ફિલ્મ 21મી સÃટેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં શાહીદ કપુરની ભૂમિકા રહેલી છે. આ ફિલ્મ લાંબા સમયથી અટવાયેલી હતી. ફિલ્મમાં અભિનેત્રી તરીકે કોણ રહેશે તે અંગે દુવિધાભરી સ્થિતી હતી. જો કે છેલ્લે અભિનેત્રી તરીકે શ્રદ્ધા કપુરની પસંદગી કરવામાં આવી હતી. પહેલા કેટરીના કેફ અને ઇલિયાના ડી ક્રુઝના નામ સપાટી પર આવ્યા હતા. જો કે અંતે શ્રદ્ધા કપુરના નામ પર સહમતિ થઇ ગઇ હતી. શ્રદ્ધા કપુરનુ નામ નક્કી કરવામાં આવ્યા બાદ તરત જ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. શ્રદ્ધા કપુર અને શાહિદ કપુરની જોડી બીજી વખત હવે કામ કરવા જઇ રહી છે. પહેલા બન્નેની જોડી હૈદરમાં નજરે પડી હતી. આ ફિલ્મ બાેક્સ આેફિસ પર સરેરાશ સફળ રહી હતી. જો કે આ ફિલ્મને અનેક એવોર્ડ મળ્યા હતા. ફિલ્મનુ શુટિંગ ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવ્યુ હતુ. ફિલ્મના નિમાૅતા પ્રેરણા અરોડાના કહેવા મુજબ ફિલ્મ સાૈથી પહેલા કેટરીના કેફને આેફર કરવામાં આવી હતી. આનંદ એલ રોય વ્યસ્ત હોવાના કારણે તે ફિલ્મ કરી શકી નથી. રોયની સાથે કેટરીના કેફ અન્ય ફિલ્મમાં કામ કરી રહીછે. કેટરીના, ઇલિયાના અને અન્ય અભિનેત્રીનાે સંપર્ક કરવામાં આવ્યા બાદ આખરે શ્રદ્ધા કપુરને ફિલ્મ માટે મનાવી લેવામાં આવી હતી. શ્રદ્ધા કપુર તરત રોલ કરવા માટે તૈયાર થઇ ગઇ હતી. શ્રદ્ધા પાસે અન્ય બે ફિલ્મો પણ છે.

Comments

comments

VOTING POLL