શ્રમિક પરિવારના બાળકોને કર્યું કપડાં, મીઠાઈ, ફટાકડાનું વિતરણ

November 7, 2018 at 1:59 pm


‘ઘર ઘર મેં દિવાલી હૈ… મેરે ઘર મેં અંધેરા’ એક જુની હિન્દી ફિલ્મનું ગીત આજે પણ આપણા સમાજમાં એટલું જ પ્રસ્તુત છે. એક તરફ કેટલોક વર્ગ દિવાળીનો તહેવાર કપડા, મીઠાઈની ખરીદી અને ફટાકડા ફોડવાના આનંદ સાથે ઉજવે છે. બીજી તરફ સમાજનો બીજો વર્ગ દિવાળીના પ્રકાશ પર્વમાં જીવનના હતાશાભર્યા અંધકારનો અનુભવ કરે છે પરંતુ આવા લોકો માટે સમાજના કેટલાક સજ્જન આગળ આવીને તેમના જીવનનો અંધકાર દુર કરી આનંદનો ઉજાસ પાથરવાનો પ્રયાસા કરતા જ હોય છે.
આવા જ એક પ્રયાસમાં રાજકોટ શહેરના ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ આવકારદાયક પગલું ભરી દિપાવલીના તહેવારોમાં શ્રમીક પરિવારોના જીવનમાં આનંદનો ઉજાસ પાથર્યો હતો. ડીસીપી જાડેજાએ શહેરના નાનામવા વિસ્તારમાં ચાલતી વિવિધ કન્સ્ટ્રકશન સાઈટની ગઈકાલે મુલાકાત લીધી હતી. અહી તેમણે એક સામાન્ય માનવીની જેમ જ આ પરિવારો સાથે હળીમળી તેમની તકલીફો જાણી હતી.
ડીસીપી જાડેજાએ અંદાજે 100 જેટલા શ્રમીક પરિવારોના બાળકોને કપડા, મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરી ખુશખુશાલ કરી દીધા હતા. એટલું જ નહી તમામ બાળકો અને તેમના પરિવારજનોને દૂધ કોલ્ડ્રીકસ પીવડાવી દિવાળીના તહેવારની અનોખી ઉજવણી કરી હતી.

Comments

comments

VOTING POLL