શ્રાવણ માસના તહેવારને ધ્યાનમાં લઇને ફºડ શાખાએ ચોકલેટ બરફીનો નમુનો લીધો

August 29, 2018 at 1:11 pm


જામનગર મહાપાલીકાની ફºડશાખાએ આજે બપોરે એક મીઠાઇની દુકાનમાંથી ચોકલેટ બરફીનો નમુનો લઇને લેબમાં મોકલી આપ્યો છે. આ અંગેની વિગત એવી છે કે ફºડશાખાના અધિકારી પી.એસ. આેડેદરા અને તેની ટીમે આજે બપોરે રણજીતસાગર રોડ ઉપર આવેલ જય સ્વીટ નમકીનમાંથી ચોકલેટ બરફીનો નમુનો લીધો હતો અને લેબમાં મોકલી આપવામાં આવ્યો હતો. શ્રાવણ માસને અનુલક્ષીને છેલ્લા કેટલાય સમયથી ફરસાણ અને સ્વીટના નમુના લઇને લેબમાં મોકલી આપવામાં આવે છે હજુ ત્રણેક દિવસ પહેલા 16 જેટલી મિઠાઇ ફરસાણની દુકાનોમાં ચેકીગ કર્યુ હતું. આમ આગામી દિવસોમાં પણ ચેકીગની કાર્યવાહી તહેવારોમાં વધુ કડક કાર્યવાહી બનાવવામાં આવશે.

Comments

comments

VOTING POLL