શ્રાવણ માસમાં શિવજીની આ રીતે કરશો આજીજી, તો …

August 7, 2018 at 8:56 pm


ભગવાન શિવજી પર જો કોઈ શ્રદ્ધાથી જળાભિષેક પણ કરે તો પણ તેઓ પ્રસન્ન થઈ જાય છે. જો કે શિવપુરાણમાં એવા કેટલાક ઉપાયોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે જેનાથી શિવજી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. ખાસ વાત એ છે કે આ ઉપાયો એટલા સરળ છે કે તેને સરળતાથી કરી શકાય છે. તેના માટે ખાસ પૂજા-પાઠ કે વધારે પડતો ખર્ચ પણ કરવો પડતો નથી. જીવનમાં આવતી અલગ અલગ સમસ્યા માટે અલગ અલગ ઉપાયોનું વર્ણન શિવપુરાણમાં કરવામાં આવ્યું છે. તો જાણી લો કે શિવજીને કઈ મનોકામના માટે કઈ વસ્તુ ચડાવવી જોઈએ.

– શિવજીને ચોખા ચડાવવાથી ધન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે.
– જાણે-અજાણે થયેલા પાપ કર્મોના નાશ માટે શિવજી પર તલ ચડાવવા જોઈએ.
– ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ માટે શિવજીને જવ ચડાવવા જોઈએ.
– ઘઉં ચડાવવાથી સંતાન પ્રાપ્તિ થાય છે.

કયા રસથી કરવો અભિષેક

– શિવજી પર જળાભિષેકથી સંતાનની પ્રગતિ થાય છે. તેમજ બીમારીમાંથી મુક્તિ મળે છે.

– કુશાગ્ર બુદ્ધિ માટે શિવલિંગ પર મીઠું દૂધ એટલે કે ખાંડવાળું દૂધ ચડાવવું જોઈએ.

– શિવલિંગ પર શેરડીનો રસ ચડાવવાથી તમામ પ્રકારના આનંદની પ્રાપ્તિ થાય છે.

– ગંગાજળથી અભિષેક કરવામાં આવે તો મોક્ષ મળે છે.

શ્રાવણ માસમાં કરો આ ખાસ ઉપાય

શ્રાવણ માસના કોઈપણ દિવસે તમે આ ઉપાય કરી શકો છો. ઘરમાં શુભ ચોઘડિયામાં પારદ શિવલિંગની સ્થાપના કરી તેની પૂજા કરવી અને ત્યારબાદ ‘ऐं ह्रीं श्रीं ऊं नम: शिवाय: श्रीं ह्रीं ऐं’ મંત્રનો 108 વાર જાપ કરવો. મંત્રોચ્ચારણ કરતી વખતે એક એક બીલીપત્ર શિવલિંગ પર ચડાવવું. છેલ્લું બીલીપત્ર શિવલિંગ પર ચડાવી અને પાછું લેવું અને તેના ત્રણેય પાન પર લાલ ચંદનથી આ મંત્ર લખવો. આ પાન પૂજાઘરમાં રાખવું અને શ્રાવણ માસના પ્રત્યેક દિવસ તેની પૂજા કરવી.

Comments

comments

VOTING POLL