શ્રાવણ માસ-પર્યુષણ નિમિતે કતલખાના બંધ રાખવા જાહેરનામું

August 10, 2018 at 4:07 pm


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી પરમ પવિત્ર શ્રાવણ માસ તેમજ જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ નિમિતે કતલખાના બંધ રાખવા તેમજ માંસ-મટન-મચ્છીનું વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનમું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

વધુમાં મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામામાં જણાવ્યા મુજબ તા.13, 20, 27 આેગસ્ટ તેમજ તા.3 સપ્ટેમ્બર અને જન્માષ્ટમી તથા જૈનોના પવિત્ર પર્વ પર્યુષણ નિમિતે તા.6થી 13 સપ્ટેમ્બર સુધી મહાપાલિકા વિસ્તારમાં આવેલા કતલખાનાઆે બંધ રાખવા તેમજ માંસ-મટન-મચ્છીના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે બીપીએમસી એકટ હેઠળ કાર્યવાહી કરાશે.

Comments

comments

VOTING POLL