શ્રીકૃષ્ણની નવેય પટરાણીઓ અને તેની અનોખી કહાનીઓ

February 9, 2018 at 1:41 pm


ભગવાન શ્રીકૃષ્ણ વિશે એવું કહેવામાં આવે છે કે, તેમની સોળ હજાર એક સો આઠ પત્નીઓ હતી. કારણ એ છે કે, નરકાસુરની કેદમાં હજારો રાજકુમારીઓને જ્યારે શ્રીકૃષ્ણે મુક્ત કરાવી ત્યારે બધી જ રાજકુમારીઓએ શ્રીકૃષ્ણને પોતાના પતિ માની લીધા અને શ્રીકૃષ્ણે પણ તે રાજકુમારીઓને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી.

આ માટે જ કૃષ્ણની પત્નીઓની સંખ્યા હજારોમાં છે. પરંતુ તેમની મુખ્ય રાણી નવ હતી જે પટરાણી તરીકે ઓળખાતી હતી. આ નવેય રાણીઓની અનોખી કહાણી છે. આજે આ લેખમાં તમે જાણી શકશો શ્રીકૃષ્ણની નવેય પટરાણીઓ વિશેની અનોખી વાત.

રુકમણીઃ- દેવી રાધા ભગવાન શ્રીકૃષ્ણની પ્રેયસી બની રહી પરંતુ શ્રીકૃષ્ણની પ્રમુખ પટરાણીના સ્વરૂપમાં સૌથી પહેલાં રુકમણીનું નામ લેવામાં આવે છે. આ રાજકુમારી વિદર્ભ દેશની રાજકુમારી હતી અને મનમાંને મનમાં જ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના પતિ માની ચૂકી હતી. પરંતુ તેમના ભાઈ રુકમી તેમના વિવાહ ચેદી નરેશ શિશુપાલ સાથે કરવા માંગતા હતા. આ માટે રુકમણિના પ્રેમ પત્રને વાંચીને શ્રીકૃષ્ણે રુકમણીનું હરણ કરી લીઘું અને તેમની સાથે વિવાહ કરી લીધા.

કાલિંદીઃ- ભગવાન શ્રીકૃષ્ણની બીજી પટરાણી દેવી કાલિંદી માનવામાં આવે છે. આ ભગવાન સૂર્ય દેવની પુત્રી છે. આ દેવીએ શ્રીકૃષ્ણને પતિ સ્વરૂપે મેળવવા માટે તપસ્યા કરી હતી. જેનાથી પ્રસન્ન થઇને શ્રીકૃષ્ણે સૂર્યદેવ પાસેથી કાલિંદીનો હાથ માગી લીધો અને તેમની સાથે વિવાહ કરી લીધા.

મિત્રવૃંદાઃ- ભગવાન શ્રીકૃષ્ણની ત્રીજી પટરાણી મિત્રવૃંદા છે. આ દેવી ઉજ્જૈનની રાજકુમારી છે. ભગવાન શ્રીકૃષ્ણે સ્વયંવરમાં ભાગ લઇને મિત્રવૃંદાને પોતાનાં ત્રીજાં પટરાણી બનાવી લીધાં છે.

સત્યાઃ- ભગવાન શ્રીકૃષ્ણનાં ચોથી પટરાણીનું નામ સત્યા છે. કાશીના રાજા નગ્નજિતની પુત્રીના વિવાહની શરત હતી કે જે સાત બળદની સાથે એક સાથે યુદ્ધ કરશે અને એક સાથે હરાવી દેશે તે જ સત્યાનો પતિ બનશે. શ્રીકૃષ્ણે સ્વયંવરની આ શરતને પૂર્ણ કરી સત્યા સાથે વિવાહ કરી લીધા.

જામ્બવતીઃ- રીંછરાજ જામ્બવંતની જામવતી શ્રીકૃષ્ણની પાંચમી પટરાણી છે. સ્યમંતક મણિને લઇને શ્રીકૃષ્ણ અને જામ્બવંતની વચ્ચે યુદ્ધ થયું અને જામ્બવંતને જાણ થઇ કે શ્રીકૃષ્ણ તેમના આરાધ્ય શ્રીરામ છે. ત્યાર પછી જામ્બવંત જામ્બવતીના વિવાહ શ્રીકૃષ્ણ સાથે કરાવી દીધા.

રોહિણીઃ- શ્રીકૃષ્ણની છઠ્ઠી પટરાણીનું નામ રોહિણી છે. આ દેવી ગય દેશના રાજા ઋતુસુકૃતની પુત્રી છે. કોઇને કોઇ જગ્યાએ તેનું નામ કૈકયી અને ભદ્રા પણ મળી આવે છે. રોહિણીએ સ્વયંવરમાં શ્રીકૃષ્ણને સ્વયં પોતાના પતિ તરીકે પસંદ કરી લીધા છે.

સત્યભામાઃ- ભગવાન શ્રીકૃષ્ણની સાતમી પટરાણી સત્યભામા છે. તે સત્રાજિતની પુત્રી છે. જ્યારે શ્રીકૃષ્ણે સત્રાજિત દ્વારા લગાવેલ પ્રસેનની હત્યા અને સ્વયંતક મણિને ચોરવાનો આરોપ ખોટો સાબિત કરી દીધો અને સ્યયંતક મણિ પાછો આપી દીધો ત્યારે સત્રાજિતે સત્યભામાના વિવાહ શ્રીકૃષ્ણ સાથે કરાવી દીધા.

લક્ષ્મણાઃ- ભગવાન શ્રીકૃષ્ણની આઠમી પટરાણીનું નામ લક્ષ્મણા છે. તેમણે સ્વયંવરમાં ભગવાન શ્રીકૃષ્ણના ગળામાં વરમાળા પહેરાવીને તેમને પોતાના પતિ પસંદ કરી લીધા છે. શૈવ્યાઃ- ભગવાન શ્રીકૃષ્ણની નવમી પટરાણીનું નામ શૈવ્યા છે. રાજા શૈવ્યાની કન્યા હોવાને કારણે તે શૈવ્યા તરીકે ઓળખાઇ. જોકે, તેમનું અન્ય નામ ગાંધારી પણ છે.•

Comments

comments

VOTING POLL