શ્રીનગરની હોટલમાંથી યુવતી સાથે વિવાદાસ્પદ મેજર ગોગોઇને કસ્ટડીમાં લેવાયા

May 24, 2018 at 11:09 am


Spread the love

સેનાના ચચર્સ્પિદ અધિકારી મેજર લીતુલ ગોગોઇને જમ્મુ-કાશ્મીર પોલીસ બુધવારે શ્રીનગરની એક હોટલમાંથી પકડ્યા હતા. સેનાના ચચર્સ્પિદ અધિકારી મેજર લીતુલ ગોગોઇને જમ્મુ-કાશ્મીર પોલીસ બુધવારે શ્રીનગરની એક હોટલમાંથી પકડ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે મેજર ગોગોઇ હોટલમાં એક યુવતી સાથે ઘુસવા ઇચ્છતા હતા. યુવતીની ઉંમર 18 વર્ષ હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે હોટલ સ્ટેફે મેજરને યુવતી સાથે એન્ટ્રી ન આપી. જેના કારણે મેજર ગોગોઇનો હોટલ સ્ટાફ સાથે ઝઘડો થયો હતો. જેથી પોલીસે તેમને થોડા સમય માટે કસ્ટડીમાં લીધા હતા.
જમ્મુ-કાશ્મીરના આઇજી (કશ્મીર રેન્જ) સ્વયમ પ્રકાશ પાણીએ આખા કેસમાં તપાસના આદેશ આપ્યા છે. શ્રીનગર (નોર્થ જોન)ના એસપીએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ગોગોઇનું કહેવું છે કે તે હોટલમાં એક સોર્ટ મીટિંગ માટે ગયા હતા. ઉલ્લેખનીય છેકે, મેજર ગોગોઇ ગત વર્ષે ત્યારે ચચર્મિાં આવ્યા હતા જ્યારે તેમણે કાશ્મીરી યુવક ફારૂક અહમદ દારને પોતાની જીપ્ની બોનેટ પર બાંધીને બડઘામમાં ફેરવ્યો હતો.
બંને પક્ષોના નિવેદનો નોંધનાર પોલીસના જણાવ્યા પ્રમાણે મેજરને હોટલના સ્ટાફે કહ્યું હતું કે, તેઓ યુવતી સાથે રૂમમાં એન્ટ્રી નહીં કરી શકે. આ મુદ્દે સ્ટાફ અને ગોગોઇ વચ્ચે ઝઘડો થયો હતો. હોટલના અન્ય સ્ટાફે તાત્કાલિક મેજર અને તેમના ડ્રાઇવરને પકડી પાડ્યા હતા અને પોલીસને બોલાવી હતી.
અધિકારીના જણાવ્યા પ્રમાણે આઈજી પાણીએ આ મુદ્દે વહેલી તકે રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. પોલીસે તપાસ અંતર્ગત સીસીટીવી ફૂટેજ અને મેજર પાસેથી એ ફોર્મ માંગ્યું જેના પર રૂમ બુકિંગ માટે સાઇન કરી હતી.