શ્રીનગર હોટલ કાંડ : મેજર ગાેગાેઈ તપાસમાં અપરાધી

August 27, 2018 at 7:45 pm


શ્રીનગર હોટલ કાંડમાં ભારતીય સેનાના મેજર લિતુલ ગાેગાેઈની સામે શિસ્તની કાર્યવાહી કરવામાં આવનાર છે. સેનાની કોર્ટ આેફ ઇન્કવાયરીમાં ગાેગાેઈની સામે કાર્યવાહીની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી છે. તપાસમાં મેજર ગાેગાેઇને ફરજ દરમિયાન કોઇ અન્યત્ર જગ્યા ઉપર જવાના નિદેૅશ આપવામાં આવ્યા હતા. ગાેગાેઇ નિદેૅશની વિરુદ્ધમાં જઇને સ્થાનિક લોકો સાથે મેલજોળ કરતા નજરે પડâા હતા જેમાં તેઆે દોષિત જાહેર થયા છે. કોર્ટ આેફ ઇન્કવાયરીમાં તપાસ કરવામાં આવ્યા બાદ મેજર ગાેગાેઇને કોર્ટમાર્શલનાે સામનાે કરવો પડી શકે છે. કોર્ટ આેફ ઇન્કવાયરીમાં એવી વિગત ખુલીને સપાટી ઉપર આવી છે કે, મેજર ગાેગાેઇએ એક સંઘર્ષવાળા વિસ્તારમાં એક મહિલાની સાથે સંબંધ બનાવીને આ સંબંધમાં સેનાના નિયમોનાે ભંગ કયોૅ હતાે. તેઆેએ ડâુટીના સ્થાનથી દૂર રહીને માપદંડ સંચાલન પ્રક્રિયાનાે ભંગ કયોૅ હતાે. કોટેૅ તેમને નિદેૅશોના વિરુદ્ધમાં સ્થાનિક મહિલા સાથે સંબંધ રાખવા અને એક અભિયાનવાળા વિસ્તારમાં પાેતાના કાર્યસ્થળથી દૂર રહીને કામ કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. સેનાના સુત્રોએ કહ્યું છે કે, ગાેગાેઇની સામે શિસ્તની કાર્યવાહી શરૂ કરવાના આદેશ જારી કરવામાં આવી ચુક્યા છે. સીઆેઆઈએ આ મહિનાની શરૂઆતમાં સંબંધિત સત્તાને રિપાેર્ટ સાેંપી દીધા બાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સેનાએ 23મી મેની ઘટના બાદ સીઆેઆઈને આદેશ આÃયા હતા. એક પથ્થરબાજને જીપમાં બાંધીને ફેરવવાના લીધે ચર્ચામાં આવેલા મેજર ગાેગાેઇને 23મી મેના દિવસે શ્રીનગર સ્થિત એક હોટલમાં દલીલબાજી બાદ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. એ દિવસે મેજર ગાેગાેઇ 18 વષીૅય મહિલાની સાથે પ્રવેશ કરવાના પ્રયાસ કરી રહ્યાા હતા. થોડાક દિવસ બાદ જ સેનાએ આ ઘટનામાં પણ કોર્ટ આેફ ઇન્કવાયરીના આદેશ આÃયા હતા.
સેના પ્રમુખ જનરલ બિપીન રાવતે પહેલગામમાં કહ્યું હતું કે, જો ગાેગાેઇ કોઇપણ પ્રકારના અપરાધમાં દોષિત જાહેર થશે તાે કઠોર સજા કરવામાં આવશે. રાવતે ખાતરી આપતા કહ્યું હતું કે, ભારતીય સેનામાં કોઇપણ રેંકના અધિકારી કોઇ ખોટુ કામ કરે છે તાે અને અમારા ધ્યાનમાં આવે છે તાે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. મેજર ગાેગાેઇએ કોઇ ખોટુ કામ કર્યું છે તાે પગલા લેવામાં આવશે. દાખલો બેસે તેવા દંડ ફટકારવામાં આવશે. મેજર ગાેગાેઇ છેલ્લા કેટલાક વર્ષથી ચર્ચાના ઘેરામાં રહ્યાા છે. એક યુવાનને અને ખાસ કરીને પથ્થરબાજને જીપ ઉપર બાંધીને ફેરવવાના મામલામાં તેમની ચર્ચા રહી હતી.

Comments

comments

VOTING POLL