શ્વાન-બિલાડી પાળો સુખી અને સમૃદ્ધ બનો…

August 17, 2018 at 8:10 pm


ઘરમાં પાળતું પ્રાણી તરીકે કુતરું કે બિલાડી રાખનાર લોકો અન્યની સરખામણીમાં વધારે સુખી અને સમૃÙ હોય છે. આ તારણ એક સંશોધન બાદ જણાવવામાં આવ્યું છે. સર્વેમાં સ્પષ્ટ થયું છે કે જેના ઘરમાં પાળતું પ્રાણી હોય છે તેમના મગજમાં ફીલગુડ રસાયણ વધારે હોય છે તેના કારણે તેઆે સતત આનંદમાં રહે છે અને આ સ્થિતી તેમને સમૃિÙ સુધી લઈ જાય છે. યુકે રિટાયર્ડમેન્ટ હોમ બિલ્ડર મેક્કાર્થી એન્ડ સ્ટોન દ્વારા શ્વાન અને બિલાડીના 1,000 માલિકો પર સર્વે કરાયો હતો. ઘરમાં પાળતું પ્રાણી રાખતાં લોકો બીજા કરતાં બમણી કસરત કરતાં હોય છે. સ્વાભાવિક છે કે જેઆે શ્વાન કે બિલાડી પાળતાં હોય છે તેઆે તેને લઈ સવારે અને સાંજે ફરવા નીકળતાં હોય છે, તેના કારણે માલિકની પણ ચાલવાની કસરત થઈ જતી હોય છે. આ કસરતના કારણે વ્યિક્તનું દિલ વધુ મજબૂત થાય છે. સાઇકોલોજિસ્ટના જણાવ્યાનુસાર પાળેલાં પ્રાણીઆેના માલિક મોટે ભાગે પત્ની, સંતાન સાથે ખુશ અને પોતાની નોકરીમાં પણ સફળ હોય છે. પ્રાણીઆે નહી પાળનારા કરતાં પાળનારા લોકો વર્ષે 5,200 ડોલર વધુ કમાતા હોય છે.

Comments

comments

VOTING POLL