શ્વેતા તિવારીના પતિ અભિનવે પોતાની ચુપી તોડી, પોતાની સાવકી-દીકરીના આરોપ અંગે જણાવી ચોંકાવનારી વાત

August 17, 2019 at 4:52 pm


ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની જિંદગીમાં હાલ ઉથલપાથલ ચાલી રહી છે. શ્વેતા તિવારીના પહેલા લગ્ન પણ નિષ્ફળ રહ્યા હતા અને હાલ બીજા લગ્નમાં પણ મુશ્કેલીઓ સર્જાય રહી છે. ત્યારે શ્વેતા તિવારીના પતિ અભિનવ પર સાવકી પુત્રી પલક સાથે ગેરવર્તન અને અશિષ્ટ ટિપ્પણી કરવાનો આરોપ છે. તો સાથે અભિનવે પર શ્વેતા પર હુમલો કરવાનો પણ આરોપ છે. અભિનવ આ કેસમાં કોર્ટમાં હાજર થયો હતો. જોકે, તે હવે જામીન પર બહાર છે. તો તાજેતરમાં જ શ્વેતા તિવારીએ અભિનવ કોહલી વિરુદ્ધ ઘરેલુ હિંસા માટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અભિનવ કોહલીને જામીન મળી ગયા છે, પરંતુ કેસ હજી ચાલે છે. ત્યારે આ મામલે અભિનવ કોહલીએ પણ પોતાનું મૌન તોડ્યું છે. ત્યારે આ તમામ વિવાદ દરમિયાન અભિનવ કોહલી એક શોર્ટ ફિલ્મના સ્ક્રીનિંગ પર પહોંચ્યો હતો. જ્યાં અભિનેતાએ પ્રથમ વખત પોતાના ઉપરના આક્ષેપો અંગે મૌન તોડતા સ્પોટબોય સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તે હાલ રિકવર થઈ રહ્યો છે તેમજ વધુમાં તેણે જણાવ્યું હતું કે, જેલમાંથી છૂટ્યા પછી તે શ્વેતાને પણ મળ્યો હતો. જોકે તેણે પોતાની સાવકી પુત્રીની બાબતમાં કંઈ નિવેદન આપ્યું ન હતું. શ્વેતા અને અભિનવના લગ્નજીવનમાં ખટપટની વાતો ગયા વર્ષે પણ સાંભળવા મળી હતી અને અભિનવની માતાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે શ્વેતા તિવારી આ લગ્નથી છૂટાછેડા લેવા માંગે છે. વધુમાં અભિનવની માતાએ કહ્યું હતું કે, “શ્વેતા તિવારી છેલ્લા કેટલાક સમયથી અભિનવથી છૂટાછેડાની માંગ કરી રહી છે.” પરંતુ અભિનવ છૂટાછેડા આપવા તૈયાર નથી. તે પુત્ર રેયાંશ માટે સાથે રહેવા માંગે છે. “અભિનવની માતા તેના પુત્રને નિર્દોષ જણાવી રહી છે. તો સાથે પલક તિવારીના સગા પિતા રાજા ચૌધરી આ સમગ્ર મામલે ગુસ્સે છે. એક મુલાકાતમાં રાજાએ કહ્યું હતું કે, જો આ બાબત તેના હાથમાં હોત તો તેણે અભિનવને મારી નાખ્યો હોત. રાજા તેમની પુત્રી પલકના સમર્થનમાં ઊભો છે.

Comments

comments

VOTING POLL