સંકલન સમિતીએ પાણીવેરામાં માત્ર રૂા. 100 જ ઘટાડયા

February 5, 2018 at 2:03 pm


જામનગર મહાપાલીકાનું બજેટ રજુ થઇ ગયા બાદ ભાજપની સંકલન સમિતીએ મ્યુ. કમિશ્નર દ્વારા લાદવામાં આવેલા રૂા. 1200ના પાણીવેરા સામે માત્ર રૂા. 100 જ ઘટાડવા નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે જો કે હજુ બજેટ માટે સંકલન સમિતીની બીજી વખત બેઠક મળે તેવી શકયતા છે. જાણવા મળતી માહિતી મુજબ વોટર ચાજીર્સના અગાઉ રૂા. 900 લેવામાં આવતા હતા તેમાં મ્યુ. કમિશ્નરે નવા બજેટમાં રૂા. 300 નો વધારો સુધવીને રૂા. 1200 કર્યા હતા, ભાજપની મળેલી સંકલન સમિતીની બેઠકમાં ત્રણેક કલાક ચર્ચા થયા બાદ પાણી વેરામાં રૂા. 100 ઘટાડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે અને નવો ચાર્જ હવે રૂા. 900 ને બદલે 1100 રહેશે જો કે હજુ બીજા અન્ય ચાર્જ ઘટાડાશે કે કેમ તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી નથી, સોલીડ વેસ્ટ ચાર્જ, ટાઉનહોલ ફી તથા અન્ય વેરો વધારવામાં આવ્યો છે તે અંગે હવે નિર્ણય લેવામાં આવશે.

Comments

comments

VOTING POLL