સંઘના ત્રણ દિવસીય સંમેલનમાં વિપક્ષના દિગ્ગજો સામેલ નહી થાય

September 17, 2018 at 10:50 am


સંઘપ્રમુખ મોહન ભાગવતના આજથી શરૂ થઈ રહેલા ત્રણ દિવસીય વ્યાખ્યાનમાળાથી વિપક્ષી દળોના દિગ્ગજો અંતર બનાવી રાખશે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે સંઘ તરફથી મોકલવામાં આવેલા આમંત્રણને તૃણમુલ કાેંગ્રેસ પ્રમુખ મમતા બેનરજી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, માકપા મહાસચિવ સીતારામ યેચુરી, બસપા પ્રમુખ માયાવતી અને કાેંગ્રેસના વરિષ્ઠ નેતા દિિગ્વજયસિંહે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.

જો કે 30 દેશોના રાજપૂત, ચાર પૂર્વ સેના પ્રમુખ, અનેક ધામિર્ક પક્ષો અને વિવિધ ક્ષેત્રોની હસ્તીઆેએ સંઘના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. સંઘના એક વરિષ્ઠ પદાધિકારીના જણાવ્યા અનુસાર મોટા વિપક્ષી ચહેરામાંથી અત્યાર સુધી કોઈએ પણ કાર્યક્રમમાં સામેલ થવા માટે હા પાડી નથી. જો કે અનેક પક્ષોએ પોતાના વડાની જગ્યાએ પોતાનો પ્રતિનિધિ મોકલવાની વાત કહી છે. ખાસ વાત એ છે કે કાર્યક્રમમાં તમામ ધર્મના નેતાઆેઆે આવવા માટે હા પાડી છે.

કાર્યક્રમમાં પ્રથમ બે દિવસ સંઘ પ્રમુખ વિવિધ વિષયો પર સંઘનો વિચાર મુકશે. અંતિમ દિવસે કાર્યક્રમમાં આમંત્રિત હસ્તીઆે વિવિધ વિષયો સાથે જોડાયેલા સવાલો પૂછશે. આ પહેલો પ્રસંગ હશે કે જ્યારે સંઘ પ્રમુખ માત્ર એક જ સ્થાને સતત ત્રણ દિવસ સુધી કોઈ એક કાર્યક્રમને સંબોધન કરશે. સાથોસાથ ચચિર્ત હસ્તીઆેના સવાલોના જવાબ પણ આપશે.

Comments

comments