સંઘના મંચ ઉપર રાહુલ આવશેં

August 29, 2018 at 10:39 am


ભાજપનું રિમોટ કંટ્રાેલ જેના હાથમાં છે એવા જેના ઉપર સતત આરોપ મુકાતા રહ્યા છે તે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હંમેશા વિરોધ પક્ષના નિશાના ઉપર રહે છે.સંઘ પોતાના કાર્યક્રમોને કારણે પણ હંમેશા વિવાદમાં રહે છે. થોડા સમય પહેલા પ્રણવ મુખરજીને પોતાના મંચ ઉપર લાવવામાં સફળ રહેનાર સંઘે હવે કાેંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને પોતાના મંચ ઉપર લાવવા વિચાર કર્યો છે.

રાષ્ટ્રીય સ્વયં સેવક એટલેકે આરએસએસનો મંચ કાેંગ્રેસ અને વામપંથી પાર્ટીઆે માટે હંમેશા વિવાદમાં રહ્યાે છે. ગત દિવસોએ પૂર્વ રાષ્ટ્રપતિના નાગપુર આરએસએસના કાર્યક્રમમાંજઇને લઇને કાેંગ્રેસમાં બે ભાગમાં વહેંચાઇ ગઇ હતી ત્યારે હવે આરએસએસ કાેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને સીપીએમના મહાસચિવ સીતારામ યેચૂરી સહિત વિપક્ષના અનેક નેતાઆેને દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમ ભવિષ્યનું ભારતઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું દ્રિષ્ટકોણમાં ભાગ લેવા આમંત્રણ આપશે તેવું જાહેર થયું છે.

જો કે હજી આ અંગે આરએસએસ તરફથી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી પરંતુ વિચાર કરી રહ્યું છે. જો કે રાહુલ ગાંધીને બોલાવાને લઇને મીડિયા સહિત કાેંગ્રેસમાં ચર્ચા શરુ થઇ ગઇ છે. આ કાર્યક્રમમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવ પ્રબુધ્ધ લોકો સાથે સંવાદ કરવાના છે. હાલમાં જ કાેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરએસએસની સરખામણી મુિસ્લમ બ્રધરહંડ સાથે કરી હતી અને આ આરોપ બદલ રાહુલ ગાંધી ભાજપના નેતાઆેએ માછલાં ધોયા હતા. હવે જોવાનું એ રહે છે કે, જો સંઘ રાહુલને પોતાના મંચ ઉપર બોલાવે તો રાહુલ આવે છે કે કેમ.

Comments

comments

VOTING POLL