સંઘના વિરોધી રહેલા અમરસિંહે સંઘની જ સંસ્થાને દાનમાં આપી કરોડોની સંપિત્ત

November 29, 2018 at 10:43 am


સમાજવાદી પાર્ટીની બરખાસ્ત કરાયેલા નેતા અને રાજ્યસભા સાંસદ અમરસિંહે આઝમગઢ સ્થિત પોતાની પૈતૃક સંપિત્ત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલી સંસ્થા સેવા ભારતી સંસ્થાનને દાનમાં આપી દીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમરસિંહ પોતાના સ્વગ}ય પિતાની યાદમાં તેમની સંપિત્ત સેવા ભારતીના નામ પર કરવાનું વિચારી રહ્યા હતાં. જ્યારે તેમના પિતાનું મોત થયું હતું ત્યારથી તેમનું ઘર ખાલી રહેતું હતું. દાન કરાયેલી સંપિત્ત અંદાજે 15 કરોડની કિંમતની છે.
આ સંપિત્તમાં તેમનો પૈતૃક આવાસ પણ સામેલ છે જેની કિંમત ચાર કરોડ રૂપિયા છે. સાથોસાથ તરવાં ગામની 10 વિઘા જમીન કે જેની કિંમત 10 કરોડ રૂપિયા ગણવામાં આવી રહી છે તે પણ દાનમાં આપી દેવાઈ છે.
વારાણસીના જૌનપુર જતી વખતે અમરસિંહે આ વાતની સ્પષ્ટતા કરતાં કહ્યું કે સંઘ બહુ મોટી સંસ્થા છે અને તેના માટે થોડું દાન આપવું બહુ નાની વાત ગણાશે. મારા સ્વગ}ય પિતાની યાદમાં મેં મારી સંપિત્ત આપીને સમાજની સેવાના પ્રયાસોમાં યોગદાન આપવાનો પ્રયત્ન કર્યો છે.
જોકે અમરસિંહે એ આરોપોનો જવાબ ન આપ્યો જેમાં અમુક રાજકીય પક્ષો એવું કહી રહ્યા છે કે સંઘના માધ્યમથી અમરસિંહ ભાજપમાં સામેલ થવા માગે છે. ઉલ્લેખનીય છે કે અમરસિંહનું સંપૂર્ણ રાજકીય જીવન સંઘ વિરુÙનું રહેલું છે. તેઆે સંઘને સાંપ્રદાયિક ગણાવતાં આવ્યા છે.

Comments

comments