સંઘ પરિવારની ભાજપને ચેતવણીઃ વિરોધીઆે અનામતના અંતની અફવા ફલાવે છે

June 17, 2018 at 1:23 pm


2019ની લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના શીર્ષ નેતૃત્વને ચેતવણી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે દેશભરમાં મોટા પ્રમાણમાં ખોટી ખબર ફેલાવવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર આવનારા સમયમાં / ને મળતો કોટા (અનામત) ખતમ કરી દેશે. સંઘના આ અંગે જોડાયેલા રિપોર્ટમાં શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહને જણાવવામાં આવી છે. સંઘનો દાવો છે કે તેમણે આ માહિતી દેશભરમાં નેટવર્ક દ્વારા ફેલાવી રહ્યું છે.
સંઘનો દાવો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ રિપોર્ટને ધ્યાનમાં લીધો છે. જ્યારે સૂરજકુંડમાં થયેલી સંઘની બેઠકમાં હાજર રહેલા અમિત શાહએ આ રિપોર્ટનો ઉલ્લેખ કર્યો છે. શાહે માન્યું છે કે વિરોધ પક્ષની પાર્ટીઆેનો આ એજન્ડા ભાજપ માટે પડકાર જનક છે, માટે પાર્ટી તેનાથી છૂટકારો મેળવવા માટે જલ્દી કોઈ પ્લાન બનાવશે. જણાવી દઈએ કે સંઘ બેઠકમાં સંઘના બીજા નંબરના નેતા મનાતા સરકાર્યવાહ સુરેશ રાવ જોશી (ભૈયાજી જોશી)ની સાથે સહ સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલે અને સહ સરકાર્યવાહક ડોક્ટર કૃષ્ણ ગોપાલ પણ હાજર રહ્યા. જ્યાં આરએસએસના કેટલાક મુખ્ય માથા સિવાય સંઘમાંથી ભાજપમાં મોકલાયેલા લગભગ 60 સંગઠન મંત્રીઆેને પણ બોલાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભાજપના 2019ની ચૂંટણીમાં 300થી વધુ બેઠક જીતવાનું લક્ષ્ય બનાવવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં વિરોધી પાર્ટીઆે દ્વારા કરવામાં આવેલા મહાગઠબંધનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેના પર સંઘે કહ્યું કે તેની અસર ઘણી આેછી જગ્યાઆે પર જોવા મળવાની છે. જણાવી દઈએ કે કાર્યક્રમ પછી પીએમ નરેન્દ્ર મોદીએ સંઘ અને ભાજપના કેટલાક નેતાઆેને પોતાના નિવાસ સ્થાન પર મિત્ર ભોજન માટે બોલાવ્યા હતા. જેમાં સરકાર્યવાહક ભૈયાજી જોશી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રય સંગઠન મંત્રી રામલાલ સિવાય અન્ય નેતા પણ હાજર રહ્યા હતા.
જણાવી દઈએ કે સંઘ અને ભાજપના સંગઠન મંત્રીઆે વચ્ચે બેઠક દર વર્ષે થાય છે. બેઠકમાં પાર્ટી અને તેના વૈચારિક માર્ગ નિર્દેશક વચ્ચે સારું અને પ્રભાવી સન્વય માટે એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. વર્ષના અંતમાં અલગ-અલગ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે અને આગામી વર્ષે લોકસભા ચૂંટણી છે, એવામાં દરેક રાજ્યમાંથી આવેલા પાર્ટીના સંગઠન મંત્રીને પોત-પોતાના ક્ષેત્રમાં કામકાજ વિશે માહિતી રજૂ કરી.

Comments

comments

VOTING POLL