સંજય લીલા ભણસાલી સાથે ફિલ્મ ન કરી શકવાનો અફસોસ છે અંકિતા લોખંડેને

March 21, 2018 at 4:31 pm


પવિત્ર રિશ્તામાં જોવા મળેલી અંકિતા લોખંડેને સંજય લીલા ભણસાલી સાથે ફિલ્મ ન કરી શકવાનો અફસોસ છે.સુશાંત સિંહ રાજપૂત સાથેના બ્રેકઅપ બાદ અંકિતાએ ઍિક્ટંગમાંથી બ્રેક લીધો હતો. તે હવે કંગના રનોટની મણિકણિર્કા ધ ક્વીન આૅફ ઝાંસી દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. અંકિતાએ બ્રેકઅપ બાદ જ્યારે ઍિક્ટંગમાંથી બ્રેક લીધો હતો ત્યારે સંજય લીલા ભણસાલીએ તેને ફિલ્મ આૅફર કરી હતી, પરંતુ તે એ નહોતી કરી શકી. આ વિશે પૂછતાં અંકિતાએ કહ્યું હતું કે સંજય લીલા ભણસાલી સાથે ફિલ્મ ન કરી શકવાનો મને અફસોસ છે. હું બેવકૂફ હતી કે તેમની સાથેની ફિલ્મ નહોતી કરી શકી. મેં તેમને કે તેમની ફિલ્મને રિજેક્ટ નહોતી કરી. એ સમયે મને ખબર નહોતી કે મારે ફરી કામ શરુ કરવું જોઈએ કે નહી. મારું માનવું છે કે તમે જ્યારે કામ કરો ત્યારે પૂરેપૂરી જવાબદારી સાથે કરો. મને લાગે છે કે મેં ખૂબ મોટી તક જવા દીધી છે, કારણ કે તેઆે આખરે સંજય લીલા ભણસાલી છે. હું એવી આશા રાખી રહી છું કે તેઆે મને માફ કરી દે. એ ફિલ્મ બાદ તેમણે મને ફરી ફિલ્મની આૅફર કરી હતી જે પણ હું નહોતી કરી શકી. જો તેઆે મને ફરી આૅફર કરે તો એ મારો તેમની સાથે કામ કરવાનો છેલ્લાે ચાન્સ હશે.

Comments

comments

VOTING POLL