સંતાનોના સારા સ્વાસ્થ્ય માટે માતાઆે કરશે શીતળા સાતમ

August 17, 2018 at 11:19 am


આજે શ્રાવણ સુદ સાતમ એટલે કે, શીતળા સાતમ છે. આ સાતમને નાની સાતમ પણ કહેવામાં આવે છે. આજે દરેક માતાઆે પોતાના સંતાનો માટે ઠંડુ રાંધેલું જમી વ્રત કરે છે અને પરિવારના સારા સ્વાસ્થ્ય માટે શીતળા માતાને પ્રાર્થના કરે છે. માતાઆે આજે શીતળામાને શ્રીફળ, કુલેર અને નેત્ર ચડાવી પૂજા-અર્ચના કરશે. તેમજ આગલા દિવસે રાંધેલો ખોરાક લઈ સાતમનું વ્રત કરશે. આ દિવસે શીતળામાના મંદિરે મેળો પણ ભરાય છે. શીતળામાના મંદિરોમાં આજે ભાવિકો ઉમટી પડશે અને દર્શન, પૂજન, આરતીનો લાભ લેશે.

Comments

comments

VOTING POLL