સંવત 2075નું વર્ષ શેરબજાર માટે ઉત્સાહજનકઃ સેન્સેકસ 45000 પહાેંચશે

November 7, 2018 at 10:55 am


દિવાળીથી હિન્દુઆેનું નવું હિસાબી વર્ષ શરૂ થાય છે. આવતીકાલથી શરૂ થઇ રહેલાં સંવત 2075માં સ્થાનિક અને વૈશ્વિક અનિશ્ચિતતા છતાં નિષ્ણાતો બજાર પર બુલિશ છે. મની મેનેજર્સને આગામી દિવાળી સુધીમાં સેન્સેકસ 40 હજારની સપાટીએ પહાેંચવાનો અંદાજ છે. કેટલાંક નિષ્ણાતોએ તો નવા વર્ષમાં બજાર 45 હજાર થવાની આગાહી કરી છે.

સંવત 2075માં સૌથી પહેલાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવાં મોટાં રાજ્યોમાં ચૂંટણી છે ત્યારપછી 2019ની લોકસભા ચૂંટણી બજાર માટે ગેમચેન્જર પુરવાર થવાની સંભાવના ધરાવે છે. વૈશ્વિક બજારમાં પણ ઘણાં પરિબળો ભારતીય બજારની ચાલને અસર કરવાની ક્ષમતા ધરાવે છે. જેમાં બ્રેક્ઝિટ, વૈશ્વિક મધ્યસ્થ બેન્કો દ્વારા તહલતામાં ઘટાડો તેમજ ક્રૂડ કરન્સીની અનિશ્ચિતતા સામેલ છે. ઘર આંગણે તરલતાની સમસ્યા અને સરકારની રાજકોષીય ખાધ પણ દબાણ ઉભું કરી શકે. જોકે તમામ અનિશ્ચિતતા છતાં ટોચના મની મેનેજર્સે બજારમાં તેજીની આગાહી કરી છે. ઊઝખઅછસયતિં.ભજ્ઞળએ કરેલા દિવાળી સર્વેમાં ટોચના 20માંથી 12 મની મેનેજર્સને આગામી દિવાળી સુધીમાં સેન્સેકસ 40 હજાર-45 હજારની રેન્જમાં પહાેંચવાનો અંદાજ છે. સર્વેમાં બ્રાેકરેજિસ, મ્યુચ્યુઅલ ફંડસ, ઇºસ્યોરન્સ કંપનીઆે અને પ્રાઇવેટ ઇક્વિટી ફમ્ર્સનો અભિપ્રાય લેવાયો હતો.

આનંદ રાઠી, મોતીલાલ આેસ્વાલ ફાઇનાિન્શયલ સવિર્સિસ, ટીઆઇડબલ્યુ પ્રાઇવેટ ઇક્વિટી, શેરખાન, એસબીઆઇ લાઇફ અને સેન્ટ્રમે સેન્સેકસ અને નિફટી માટે કોઇ ટાર્ગેટ આપ્યો ન હતો. બજાર આગામી 12 મહિનામાં નવી ટોચ બનાવશે. સર્વેમાં નિફટી માટે આગામી દિવાળી સુધીમાં સરેરાશ 11,755ની સપાટીની આગાહી કરવામાં આવી છે. તેજી માટે આગામી લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે મોદી સરકારના પુનરાગમનની શકયતાને મુખ્ય કારણ ગણાવ્યું છે.

રિલાયન્સ સિક્યોરિટિઝના રિસર્ચ હેડ નવીન કુલકણ}ને આગામી દિવાળી સુધીમાં નિફટી 12 હજાર અને સેન્સેકસ 42 હજારની સપાટીએ પહાેંચવાની શકયતા છે. લોકસભા ચૂંટણી બજારની મધ્યમ ગાળાની ચાલ નિર્ધારિત કરશે. કોઇએક પક્ષની સ્પષ્ટ બહુમતી સાથેની સરકાર બજાર માટે ઉતમ રહેશે. જોકે ચૂંટણી કરતાં પણ કંપનીઆેની નાણાકીય કામગીરી વધુ મહત્વની રહેશે. ઉપરાંત રૂપિયાના મૂલ્યમાં વૃધ્ધિ અને ક્રૂડના ભાવમાં ઘટાડો બજારમાં સરપ્રાઇઝ ઉછાળો લાવી શકે. યસ સિકયોરિટિઝના એક્ઝિકયુટિવ વાઇસ પ્રેસિડન્ટ નિતાશા શંકરને એક વર્ષમાં સેન્સેકસ 30,700 અને નિફટી 10 હજારની સપાટીએ પહાેંચવાનો અંદાજ છે. તેમણે ચૂંટણી, રૂપિયો અને ક્રૂડ આેઇલને મહત્વનાં જોખમ ગણાવ્યાં હતાં. 2019ની લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ જનાદેશનો અભાવ અને ક્રૂડનાં ભાવમાં મોટો ઉછાળો ચિંતાના મુખ્ય પરિબળ હતાં. સરકારના બજેટ સિવાયના ખર્ચમાં તીવ્ર વૃધ્ધિથી સ્થાનિક બોન્ડસ પર દબાણનો અંદાજ છે. જે બજારમાં ઘટાડો લાવશે. આગામી દિવાળી સુધીનો ટાર્ગેટ 10,250 છે. જેમાં 2018-19ના પ્રથમ કવાર્ટરના 10,400ના ટાર્ગેટની તુલનામાં ઘટાડો નાેંધાયો છે.

નિફટી દશ હજારની નીચે નહી જાયઃ રાકેશ ઝુનઝુનવાલા

દિવાળી આવી ગઇ છે ત્યારે રોકાણકારોને સમૃિદ્ધ માટે એવા ગુરુમંત્રોની પ્રતીક્ષા હોય છે કે જે તેમના પોર્ટફોલિયો સાથે જોડી દેવાથી તેમને જોરદાર રિટર્ન પ્રાપ્ત થાય. આ અંગે દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ એક ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે શેરબજારમાં રોકાણ માટે ચિંતા કરવાની જરુર નથી.

ઝુનઝુનવાલાએ વધુમાં જણાવ્યું હતું કે ખરાબ માહોલમાં પણ શેરમાર્કેટનો દેખાવ જબરદસ્ત છે અને નવી ટોચ પર પહાેંચ્યા બાદ બજાર થાકી જતા થોડું કરેક્શન આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આગામી ચૂંટણી, ટ્રેડ વોર, રુપિયો અને ક્રૂડ આેઇલ બજારની દિશા નક્કી કરશે.

જોકે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નિãટી દશ હજારની નીચે નહી જાય અને ક્રૂડ આેઇલમાં હજુ વધુ ઘટાડો થશે. રુપિયો વધુ નબળો થવાની તેમને આશંકા નથી. ડોલર સામે રુપિયો 70-71ની સપાટી પર મજબૂત રહેશે, જોકે રાકેશ ઝુનઝુનવાલાએ ટ્રેડ વોરને લઇને સતર્ક રહેવાની સલાહ આપી છે

Comments

comments

VOTING POLL