સંવેદનશીલ મતદાન મથકો અર્ધલશ્કરી દળોના હવાલે: ૨૦૦ મીટરની બહાર સ્થાનિક પોલીસ

April 20, 2019 at 4:26 pm


Spread the love

રાજકોટમાં કુલ ૨૦૫૦ મતદાન બૂથ ઉપર લોકસભાની ચૂંટણી માટે મતદાન થનાર હોય જેમાં સંવેદનશીલ મતદાન મથકોની યાદી પોલીસે તૈયાર કરી છે. આ સંવેદનશીલ મતદાન મથકો ઉપર સ્થાનિક પોલીસ નહીં પરંતુ અર્ધલશ્કરી દળો તૈનાત રહેશે અને આવા સંવેદનશીલ મતદાન મથકોના આસપાસ સ્થાનિક પોલીસને વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત દરેક મતદાન મથક દીઠ સીઆરપીએફના બે જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ બંદોબસ્ત ગોઠવાશે. મતદાન મથકોની ૨૦૦ મીટરની બહારની ત્રિજિયામાં સ્થાનિક પોલીસને બંદોબસ્ત જાળવવાનો રહેશે જેમાં એસઆરપી પણ સ્થાનિક પોલીસ સાથે બંદોબસ્ત માટે તૈનાત રહેશે. રાયમાં છેલ્લી ચૂંટણીનો અનુભવ એવો છે કે કયાંય મતદાન મથકો કબજે કરવા જેવા બનાવો બનતા નથી પરંતુ સાવચેતીના ભાગરૂપે ચૂંટણીપચં જરૂરી તમામ વ્યવસ્થા કરો અને મતદાન મથકમાં કોઈ વ્યકિત નિયમ ભગં કરે તો કાયદો–વ્યવસ્થાની પરિસ્થિતિ વિપરીત અસર થતી જણાય તો સીઆરપીએફના જવાનો મોરચો સંભાળી લેશે