સંસદનું સત્ર 11મી ડિસેમ્બરથી

November 15, 2018 at 10:50 am


સંસદનું એક મહિનાનું શિયાળુ સત્ર 11મી ડિસેમ્બરથી શરુ થશે અને એજ દિવસે પાંચ રાજ્યોની મતગણતરી કરવામાં આવશે.
સંસદીય બાબતોની કેબિનેટ કમિટી (સીસીપીએ)એ સંસદના શિયાળુ સત્રને 11મી ડિસેમ્બરથી આઠમી જાન્યુઆરી સુધી યોજવાનો પ્રસ્તાવ કર્યો હતો. આગામી લોકસભાની ચૂંટણી અગાઉનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનું સંસદનું આ અંતિમ પૂર્ણ સત્ર હશે. ભાજપ અને કાેંગ્રેસે પાંચ રાજ્ય- મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમની ચૂંટણીમાં ઘણું દાવ પર લગાવ્યું છે અને સંસદની કાર્યવાહી પર પાંચ રાજ્યની ચૂંટણીના પરિણામની મોટી અસર દેખાશે. પાંચે રાજ્યની ચૂંટણીનાં પરિણામ 11મી ડિસેમ્બરે જાહેર થવાના છે.
રાજ્યમંત્રી વિજય ગોયલે કહ્યું હતું, શિયાળુ સત્રમાં 20 કામકાજના દિવસ હશે. શિયાળુ સત્રમાં સુચારુ રીતે કામ થઈ શકે એ માટે અમે તમામ પાર્ટીઆે પાસે સમર્થન માગીએ છીએ. સરકાર આ સત્રમાં રાજ્યસભામાં અટકેલા ટિ²પલ તલાક બિલને પણ પસાર કરાવવા કોશિશ કરશે. આ અગાઉ સરકાર ટિ²પલ તલાક ખતમ કરવા માટે વટહુકમ લાવી હતી. સામાન્ય રીતે સંસદનું શિયાળુ સત્ર નવેમ્બરમાં શરુ થાય છે. પરંતુ આ સતત બીજું વર્ષ છે કે તેમાં સત્ર ડિસેમ્બરમાં શરુ થશે. આ વર્ષે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કારણે સંસદનું સત્ર વિલંબથી શરુ થશે..

Comments

comments

VOTING POLL