સંસદને બે દિવસમાં ‘સાફ’ કરી નખાશે!

July 13, 2019 at 11:10 am


ભારતીય સંસદને બે દિવસમાં ‘સાફ’ કરી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે સંસદને સાંસદોથી નહી બલ્કે કચરામાંથી સાફ કરવામાં આવશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી 2 આેક્ટોબર પહેલાં સંસદના બન્ને ગૃહની સાફસફાઈ કરવામાં આવશે. સાફસૂફી માટે સફાઈ કર્મીઆેની સાથે સાથે સાંસદોને પણ કામે લાગી આદેશ આપવામાં આવ્યો છે.

દરમિયાન આજે કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર અને હેમા માલિની સહિતનાએ સંસદની અંદર ઝાડુ મારી કચરાનો નિકાલ કર્યો હતો. સાંસદોના આ સફાઈ કાર્ય અંગે સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે આ પ્રકારના પગલાંથી દેશમાં સફાઈ કાર્યનો ઉમદા મેસેજ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીજીની જન્મજયંતી પહેલાં સંસદના બન્ને ગૃહને સાફ કરી નાખવામાં આવશે અને સફાઈ અભિયાન માટે સાંસદોએ પણ પૂરતો સહયોગ આપવો પડશે તેવો આદેશ આપવામાં આવ્યો હોય જેના પગલે આજથી જ સાંસદો સફાઈ કાર્યમાં જોડાઈ ગયા છે.

Comments

comments

VOTING POLL