સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત ઉપર ચર્ચા શરૂઃ સાંજે મતદાન

July 20, 2018 at 10:35 am


કેન્દ્રની મોદી સરકાર અંદાજે સાડાચાર વર્ષના કાર્યકાળમાં આજરોજ પ્રથમ વખત વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહી છે. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) તરફથી રજૂ થયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આજરોજ સવારે 11 વાગ્યાથી ચર્ચા શરૂ થઈ છે. ટીડીપીના સાંસદ જયદેવ ગલ્લાએ ચર્ચાની શરૂઆત કરી હતી. આજે કાેંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો અને આકરા શબ્દોમાં ટિકા કરી હતી. આ ચર્ચા અંદાજે 7 કલાક સુધી ચાલશે. એઆઈએડીએમકેએ સરકારને સમર્થન જાહેર કરી દીધું છે અને વધારામાં સરકાર પાસે જરૂરી આંકડાઆે પણ છે તેથી કોઈ જોખમ નથી. બીજી તરફ શિવસેનાનું વલણ છેલ્લે સુધી અનિòીત રહ્યું છે.
સાંજે 6 વાગ્યા બાદ પ્રસ્તાવ પર મતદાન કરવામાં આવશે. જો કે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર સરકારની જીત થશે તેવું લાગી રહ્યું છે. સંખ્યાબળની દ્રિષ્ટના આધાર પહેલા એનડીએ સરકારનો અન્નાદ્રમુકનું સમર્થન મળતા અને બીજેડી-ટીઆરએસ પક્ષના મતદાન દૂર રહેવાના નિર્ણયથી શિક્ત પરીક્ષણનું સસ્પેન્સ ખત્મ થઇ ગયું છે.
આજે અવિશ્વાસ પ્રસ્તાવને લઈને સંસદમાં ચર્ચા થઈ રહી છે, જેમાં ભાજપે બહંમતિ સાબિત કરવાની રહેશે. આ પહેલા સંસદમાં બંને પક્ષે ચર્ચા થયા બાદ વોટિંગ કરવામાં આવશે. આ માટે તમામ પક્ષોએ પોત-પોતાના સાંસદોની વ્હીપ પણ આપી દીધું છે.
મહત્વનું છે કે, 2003માં જે પ્રમાણે વાજપેયી સરકાર સામે અગ્ની પરીક્ષા હતી તેવી જ રીતે હવે પીએમ મોદી સામે પડકાર છે. ફરી એ જ સત્ર, એજ સંસદ, એજ એનડીએ સરકાર અને એ જ સ્થિતિ સજાર્ઈ છે. આવી સ્થિતિમાં મોદી સરકાર માટે આજે અિગ્નપરિક્ષામાંથી પાસ થવું અને થોડા સમય બાદ લોકસભાની ચૂંટણીમાં પોતાને સાબિત કરવું એ પડકાર હશે.
મહત્વનું છે કે, મોદી સરકાર સામે આ પડકાર એવા સમયે આવ્યો છે જ્યારે લોકસભાની ચૂંટણીમાં માત્ર એક વર્ષ કરતા પણ આેછો સમય બાકી રહ્યાે છે. જોકે એનડીએ પાસે પુરતું સંખ્યા બળ છે જેથી ભાજપ પર હાલ કોઈ સંંકટ દેખાતું નથી.

Comments

comments

VOTING POLL