સંસદ સત્રમાં ટ્રીપલ તલાક બીલ પસાર કરાવશે સરકાર

December 8, 2018 at 10:46 am


સંસદનું સત્ર મંગળવારથી શરૂ થઈ રહ્યું છે અને સરકાર સામે વિપક્ષનો હુમલો થવાનો છે ત્યારે સરકારે ટ્રીપલ તલાક બીલને ગૃહમાં આગળ વધારવા તૈયારી કરી લીધી છે. આ ખરડો પસાર કરાવવા સરકારે વિપક્ષ સાથે પણ વાતચીત શરૂ કરી છે. સંસદના શિયાળુ સત્રમાં રાફેલ ડીલ, સીબીઆઈનો ઝઘડો, આબીઆઈ પ્રકરણ મુદે વિપક્ષ તડાપીટ બોલાવશે. આમ તો સોમવારે જ સંસદનું સત્ર શરૂ થશે પરંતુ પ્રથમ દિવસે દિવંગતોને અંજલિ આપી ગૃહની બેઠક મુલતવી રાખી દેવાશે અને મંગળવારથી કામકાજ શરૂ થશે.
મંગળવારે જ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે અને તે દિવસે જ ગૃહમાં ધબધબાટી બોલાવાની શંકા છે. સંસદીય બાબતોના નવા મંત્રી નરેન્દ્રસિંઘ તોમરે એમ કહ્યું છે કે, ચૂંટણીના પરિણામોની અસર સંસદના સત્ર પર પડવાની કોઈ સંભાવના નથી. પરિણામો સંસદ સત્રનું ભાવિ નક્કી કરશે કે કોઈ ઘેરી અસર નાખશે તે વાતમાં કોઈ દમ નથી એમ તોમરે કહ્યું છે. એમણે એવી માહિતી આપી છે કે, સત્રમાં પ્રારંભમાં જ સરકાર ત્રણ વટ હુકમોને સંપૂર્ણ કાયદો બનાવવાની કાર્યવાહી કરશે. ટ્રીપલ તલાક, કંપની એકટ સુધારા અને મેડિકલ કાઉિન્સલના સુધારા અંગેના વટહુકમને કાયદાનું રૂપ અપાશે.
જો કે, વિપક્ષ દ્વારા સરકાર પર ભારે તડાપીટ બોલાવવાની તૈયારી થઈ ગઈ છે. અનેક હોટ ટોપિક છે જે સરકાર માટે આફત બનશે. વિપક્ષ એક સાથે સરકાર પર પસ્તાળ પાડશે અને ખાસ કરીને સીબીઆઈમાં ચાલતા લોલમલોલના મુદે સરકારને ઘેરશે. સરકાર હવે ટ્રીપલ તલાક બીલ અને અન્ય મહત્વના ખરડા પસાર કરાવવા મહેનત કરશે.

Comments

comments

VOTING POLL