સંસાર અને સમયમાં સ્વ-ને સાચવો

June 27, 2018 at 4:57 pm


માં રહેતી દરેક વ્યિક્તને પોતે સમય સાથે સમાધાન સાધી શકતો નથી કે સમય તેની સાથે નથી તેવા અનેક વિચારો ક્યારેક આવતા હોય છે. જીવનમાં જો સકારાત્મક વલણને થોડું સ્થાન આપી દેવામાં આવે તો મનની અનેક મૂંઝવણોને દૂર કરી શકાય છે. વ્યિક્તત્વમાંહકારાત્મક રીતે સરળતા પ્રાપ્ત કરવી એ કોઈ અશક્ય કામ નથી. જરુરિયાત છે તો માત્ર દ્રઢ ઈચ્છાશિક્ત સાથે જીવનચર્યામાં કેટલાક વૈચારિક પરિવર્તનોની જે આ પ્રકારનાં હોઈ શકે છે. આ દરેક પ્રકારને જો જીવનમાં સ્થાન આપી દેવામાં આવે તો સંસાર અને સમય બંનેને તમે તમારી રીતે વાળી શકો.
સંકોચ દૂર કરો
જો તમે સાચા છો, સારા દેખાવા માગો છો અને પ્રભાવશાળી વ્યિક્તત્વના માલિક બનવા ઈચ્છો છો તો ક્યાંય જવામાં, કોઈની પણ સાથે વાત કરવામાં, કોઈ આધુનિક ડ્રેસ પહેરવામાં અને કોઈ જાણકારી પ્રાપ્ત કરવામાં મનના સંકોચને માર્ગનો પથ્થર ન બનવા દો.
લોકોની સાથે આત્મવિશ્વાસપૂર્વક વાત કરો. શરુઆત સરખી ઉંમરના મિત્રોની સામે નવાં પ્રકારનાં કપડાંથી કરો. તમારા દેખાવમાં પણ પરિવર્તન આવે તે જરુરી છે. જો તમે હંમેશાં વાળને બાંધીને રાખતા હો તો ક્યારેક તેને ખુલ્લા રાખો કે પછી હંમેશાં સલવાર-કૂરતો જ પહેરતાં હો તો ક્યારેક પોતાના સરખી ઉંમરના ભાઈ કે બહેનનાં શર્ટ અને પેન્ટ પહેરો. સાચે જ આ નાની અમથી વાતથી તમારો આત્મવિશ્વાસ વધશે.
હકારાત્મક વિચારધારા જરુરી
મનનાં હારેલ હારે છે અને મનનાં જીતેલ જીતે છે એટલે કે મનમાં સફળ થવાનો ભાવ દ્રઢ કરો અને આ દ્રઢતા સાથે તમારા પોતાનાં બધાં કામ પૂરાં કરો. આ વિચારના કારણે જે પણ કામ તમે કરશો એ પૂરી લગન, વિવેક અને સફળ થવાના વિશ્વાસ સાથે જ થશે. આ વિચાર અપનાવવાથી કોઈપણ કામમાં મળેલી નિષ્ફળતાને પણ તમે હતાશ થયા વિના સફળતાની સીડી બનાવી શકશો.
પરિવર્તનને સમજો અને સ્વીકારો. સમજવાનો પ્રયત્ન કરો કે સંસારમાં બધું જ પરિવર્તનશીલ છે. આગળ વધનારું છે. કંઈપણ સ્થિર નથી. ત્યારે એવી શી લાચારી છે કે તમે ભવિષ્યની તરફ જોવાને અને આગળ વધવાને બદલે ખોટી પરંપરાઆે, રીતરિવાજો અને પૂર્વગ્રહોથી બંધાઈને જડ બનીને બેસી રહોં જે પરંપરાઆે ભવિષ્ય પ્રત્યે વર્તમાનમાં નિરર્થક બની જાય તેને છોડી દો. પરિવર્તનમાં જ સા¦દર્ય સમાયેલું છે. એથી તમારી પોતાની રહેણીકરણીમાં સમય મુજબ આકર્ષક લાગતાં પરિવર્તનોને નિઃસંકોચ ઉત્સાહપૂર્વક અપનાવતા રહો. તમારું વ્યિક્તત્વ ખીલી ઊઠશે.
મનને મુક્ત બનાવી દો
કોઈ ચીજ કે વાત પહેલાં નથી થઈ તો એ ખોટી છે અને જે વરસોથી ચાલી રહ્યું છે તે જ સાચું છે, આ માનસિકતાને મનમાંથી સંપૂર્ણપણે કાઢી નાખવાનો પ્રયાસ કરો.

એમાં પોતાની વિવેકબુિÙનો ઉપયોગ કરો અને ઘટનાઆેને પોતાના મગજના સાચાખોટાનો નિર્ણય કરનારા ત્રાજવાંથી તોલવાનો પ્રયાસ કરો. સત્યનો સ્વીકાર કરવાની હિંમત ઊભી કરો. વિશ્વાસ રાખો કે આ પ્રકારનો પહેલો નિર્ણય જ તમારી પોતાની નજરમાં તમને ઉપર લાવવાનું શરુ કરી દેશે.
સામાન્ય જ્ઞાનથી તરબતર રહો
લોકોની વચ્ચે જવા માટે, તેમની સાથે પરિચય વધારવા માટે, તેમની વચ્ચે લોકપ્રિય થવા માટે ફેશન, ડ્રેસિંગ વગેરે બાü સાધનો છે, પરંતુ સાથે સાથે તમને કલા, રમતગમત, રાજકારણ, ફેશન, સ્વાસ્થ્ય, હાસ્ય વગેરે ક્ષેત્રોની છેંી માહિતી પણ હોવી જોઈએ જેથી તમે લોકો સમક્ષ વિભિન્ન વિષયો પર પ્રભાવશાળી રીતે આત્મવિશ્વાસપૂર્વક વાતો કરીને તેમને પ્રભાવિત કરી શકો. તેના માટે તમે સામયિકો અને છાપાંઆે વાંચો, ફિલ્મો જુઆે, રમતનું સીધું પ્રસારણ જુઆે. પછી જેમ જેમ લોકોને હળવામળવા લાગશો તેમ ઘણી બધી જાણકારી તમને તેમની પાસેથી પણ મળવા લાગશે.
જીવનમાંથી કંટાળો દૂર કરો
કંટાળાથી દૂર રહો એટલે કે રોજેરોજની જિંદગીમાં નવીનતાને સ્થાન આપવાનું શરુ કરો. એકરસતા જીવનમાં કંટાળો લાવે છે. એનો મતલબ એવો નથી કે જીવનમાં નિયમિતતા અને શિસ્ત નકામી ચીજો છે, પરંતુ તે હદથી વધુ વધી જાય તો જીવનમાં એકરસતા ઉત્પન્ન કરે છે. એનાથી બચવાનો ઉપાય છે નવી ફેશન, નવું સંગીત અને નવી સ્ટાઈલને સ્વીકારવી.
વ્યાયામ પસંદ કરો
ગમે તેટલો મેકઅપ કરવામાં આવે, આધુનિક ડ્રેસ પહેરવામાં આવે, સારા વક્તા પણ તમે બની જાઆે, પરંતુ તમારું ફિગર આકર્ષક ન હોય તો સંભવ છે કે તમારી સરળતા તમને 100 ટકા લાભ આપી ન શકે. આ ઉપરાંત સામાજિક સરળતા માટે નિયમિત હોવું પણ જરુરી છે. તેના માટે તમારે નિયમિત એક કલાક વ્યાયામ માટે દરરોજ કાઢવો જોઈએ. પછી તમે એરોબિક્સ કરો કે યોગાસન, તમે હેલ્થ ક્લબમાં જાઆે કે રમવા. તેનાથી શરીર સ્વસ્થ અને સુડોળ બનશે, ગતિશીલ બનશે અને ચહેરાનું તેજ વધશે. મનમાં ઉત્સાહ, ઉમંગનો સંચાર થતો રહેશે.
હસતાં રહો હસાવતા રહો
મનનો ખચકાટ દૂર કરવા માટે હસો. આ ધરતી પર જેટલાં પણ પ્રાણી છે તેમાંથી માત્ર માણસ જ હસી શકે છે. આ એક મોહક હથિયાર છે, જે દુશ્મનીને મિત્રતામાં બદલી શકે છે. આ એક ઠંડી આગ છે, જે કઠોર હૃદયની વ્યિક્તને પણ પિગાળી શકે છે. આ એક એવું અચુક તીર છે જેનાથી શુષ્ક વ્યિક્તના મનમાં પણ પ્રેમના અંકુર ફુટી શકે છે. એટલે કે હાસ્ય અપરિચિતોને માનવીય સ્તર પર નજીક લાવવામાં મહÒવપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેનાથી આપસમાં તંગદિલી ઘટે છે અને હંમેશાં મિત્રતાને આમંત્રણ આપે છે. કહેવાનો અર્થ એટલો જ છે કે જીવનમાં હસવાની કોઈપણ તક ન ગુમાવો.
આ પ્રકારના આવાં નાનાં નાનાં, પરંતુ મહત્વપૂર્ણ સૂત્રોને તમારા પોતાના જીવનમાં સ્થાન આપવાનું શરુ કરો. પૂર્વગ્રહો, માન્યતાઆે, બિનજરુરી સંકોચ, ખટકાટ વગેરેથી ગંઠાયેલા જીવનને ફરીથી ધબકતું બનાવો અને મેળવો એક ગતિશીલ આદર્શ જીવન.

Comments

comments

VOTING POLL