સગર્ભા હોવાના હેવાલને અંતે દિપિકાએ રદિયો આપી દીધો

April 15, 2019 at 7:06 pm


દિપિકા પાદુકોણ હાલમાં બોલિવુડની સૌથી લોકપ્રિય સ્ટાર પૈકીની એક સ્ટાર છે. બોલિવુડમાં પોતાની કેરિયર શરૂ કર્યા બાદ સતત જારદાર સફળતા હાંસલ કરી રહેલી દિપિકાએ થોડાક સમય પહેલા લગ્ન કરી લીધા હતા. જા કે હવે તેના સગર્ભા હોવાના હેવાલ આવી રહ્યા છે. જા કે હવે દિપિકાએ સગર્ભા હોવાના હેવાલને રદિયો આપ્યો છે. તાજેતરમાં જ રણવીર સાથે લગ્ન કર્યા બાદ તેની ચર્ચા રહી હતી. રણવીર અને દિપિકા ની જાડી ચાહકોને ફિલ્મી પરદા ઉપરાંત રિયલ લાઇફમાં પણ પસંદ પડી રહી છે. લગ્ન બાદ તેની સગર્ભા હોવાની ચર્ચા ચાહકોમાં રહ્યા બાદ હવે દિપિકાએ ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં દિપિકાએ કહ્યુ છે કે આ પ્રકારના હેવાલ પાયાવગરના છે. દિપિકાએ સુચન કરતા કહ્યુ છે કે કોઇ પણ કપલ પર પેરેન્ટ બનવા પર દબાણ લાવી શકાય નહી. દિપિકાએ કહ્યુ છે કે જે દિવસે મહિલાઓને માતા બનવા માટેનો પ્રશ્ન કરતા છોડી દેવામાં આવશે તે દિવસે ચોક્કસપણે ફેરફાર થનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ગયા વર્ષે ૧૪-૧૫ નેમ્બરના દિવસે દિપિકાએ રણવીર સિંહે લગ્ન કરી લીધા હતા. આ બંનેએ ઇટાલીમાં લેક કોમો ખાતે લગ્ન કરી લીધા હતા. તેમના લગ્નના ખુબસુરત ફોટાઓ પણ વાયરલ કરવામાં આવ્યા હતા. જા કે લગ્ન કરવામાં આવ્યા બાદ રણવીર અને દિપિકા દ્વારા લગ્ન પછીની પાર્ટી યોજી હતી. પોતાના મિત્રો અને પરિવારના સભ્યો માટે પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. દિપિકા હાલમાં તેની નવી ફિલ્મ છપાકના શુટિૅંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મીની બાયોપિક પર આધારિત છે. ફિલ્મમાં દિપિકાની સાથે વિક્રાંત નજરે પડનાર છે. રણવીર હાલમાં કપિલની બાયોપિક ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

Comments

comments

VOTING POLL