સગાઈના 20 દિવસ પૂર્વે જ પ્રજાપતિ યુવાનનો આપઘાત

October 2, 2018 at 3:25 pm


શહેરની માલધારી સોસાયટીમાં રહેતા એક પ્રજાપતિ યુવાને સગાઈના 20 દિવસ પહેલા જ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણી લેતાં તેના પાછળ રહસ્યના તાણાવાણા સજાર્યા છે.

માલધારી સોસાયટીમાં રહેતા મેહુલ ધનજીભાઈ પ્રજાપતિ ઉ.વ.26 નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતાં બી-ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ ઝાલા તથા પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે યુવાનને સારવાર માટે સિવિલમાં ખસેડયો હતો જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મરનાર મેહુલ પ્રજાપતિ બે ભાઈ અને એક બેનમાં નાનો હતો. તેના પિતા ધનજીભાઈ લોટ દળવાની ઘંટી ચલાવે છે. જયારે મૃતક મેહુલ મોરબી રોડ પર બુલ્સ ફીટનેસ પોઈન્ટ નામનું જીમ ચલાવતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા.22/10ના રોજ મેહુલની સગાઈ ખરેડી ગામની એક યુવતી સાથે થનાર હતી. જયારે સગાઈના 20 દિવસ પહેલા જ મેહુલે કરેલા આપઘાતથી બનાવ પાછળ રહસ્ય ઘુંટાઈ રહ્યું છે.

Comments

comments

VOTING POLL