સગીર વયની સાવકી પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતા ઝડપાયો

April 18, 2019 at 2:34 pm


મુળ અમરેલી પંથકનો અને હાલ સિહોરમાં રહેતા શખ્સને તેની સાવકી સગીર વયની પુત્રી પર દુષ્કર્મ આચરવાનાં ગુનામાં પોલીસે ઝડપી લીધો હતો.
સિહોર પોલીસ સુત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ મુળ અમરેલી પંથકના ધારીનો અને હાલ સિહોરનાં0 રામનગરમાં રહેતો મુકેશ હરીભાઇ મકવાણા વિધ્ધ તેની પત્નિએ બે દિવસ પુર્વે એવી ફરિયાદ નોંધાવી હતી કે, તેણીનાં આગલા ઘરની સગીર વયની પુત્રીને સિહોરમાં ગત તા.1લીથી 15મી એપ્રિલ દરમ્યાન સતત દુષ્કર્મ આચર્યું હતું. મુકેશ હરીભાઇ મકવાણા વિધ્ધ તેની પત્નિએ નોંધાવેલી ફરિયાદનાં આધારે સિહોર પોલીસ મથકનાં ઇ.ચા.પી.આઇ. પ્રણવ સોલંકીએ મુકેશ હરીભાઇ મકવાણા વિધ્ધ ગુનો નોંધી તેને ઝડપી લઇ લોકઅપ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL