સટ્ટાની કાયદેસરતા યોગ્ય નથી

July 10, 2018 at 10:29 am


આપણે ત્યાં qક્રકેટ સહિતની રમતમાં સટ્ટાને કાયદેસર કરવાની ચર્ચા ફરીથી ઉઠી છે. વિદેશમાં કઈ રીતે લોકપ્રિય રમતો પર બેટિંગ કાયદેસર છે તેની ચર્ચા થતી હોય છે. આ વખતે ફરી ચર્ચા જાગી તેનું કારણ એ છે કે લો કમિશને કેન્દ્ર સરકારને આપેલા અહેવાલમાં ભલામણ કરી છે કે બેટિંગને સત્તાવાર કરવા વિશે વિચારી શકાય છે. ભલે લો કમિશને આ બાબતે કોઈ ગેરસમજ થઈહોવાની સ્પષ્ટતા કરી છે આમ છતાં ભારતમાંઆમ કામ કરવું મુશ્કેલ છે. કેટલાક રાજ્યોમાં લોટરી પર પણ સરકારે પ્રતિબંધ મૂકવો પડéાે છે, કેમ કે લોટરીને કારણે દૂષણ વધતુંહતું. લોકો આંકડો રમે અને લાખો રુપિયા અંધારીઆલમમાં જતા રહે તેના બદલે લોટરી હોય તો નાણાં સરકારમાં આવે. એવી ગણતરીથી લોટરી શરુ કરાઈ હતી, પણ આંકડો બંધ ના થયો અને લોટરી લેનારા મધ્યમ વર્ગની સંખ્યા વધી ગઈ. આંકડો રમવો ખરાબ ગણાય તેમ માનતો વર્ગ પણ લોટરી લેતો થઈ ગયો હતો. તેમાં પણ છેલ્લા એક આંક પર જ જુગાર રમાતો થઈ ગયો હતો. ગુજરાતમાં પણ લોટરી કાઢવામાં આવી હતી, પણ બંધ કરી દેવી પડી. બીજા રાજ્યોની લોટરી વેચાતી પણ બંધ કરવી પડી છે, કેમ કે લોટરી બજારમાં સાંજ પડéે આવીને નીમ્મ મધ્યમવર્ગનો માણસ દસ વીસ રુપિયા ગુમાવીને જતો હતો.

બેટિંગ કાયદેસર કરવા પાછલનું લોજિક સમજી શકાય તેવું છે. સટ્ટાે રમાડવા માટે, બેટિંગ લેવા માટે બૂકીઆે ફૂટી નીકળે છે બૂકીઆે લાખો અને કરોડોના સોદા કરે છે. લોકો ફોન પર સટ્ટાે ખેલે અને નામાં ગુમાવે. કમાણી હંમેશા બૂકીઆેને જ થાય. ભારતના બૂકીઆેના નેટવર્ક પર દુબઈના ગુંડાઆેનું નિયંત્રણ છે તે મુદ્દાે પોલિટિકલ પણ બને છે. તેના કારણે કરોડો રુપિયા ગુંડાઆેના નેટવર્કમાં જાય છે, તેના કરતાં સત્તાવાર બેટિંગ લઈ શકાતું હોય તો આવક સરકાર પાસે આવે તેવું લોજિક છે. પણ સવાલ એ છે કે બેટિંગ લેવાનું કાયદેસર કરાય તે પછી ખાનગી બેટિંગ તંત્ર, બૂકીઆેનું નેટવર્ક બંધ થઈ જશે ખરુંં લોટરી આવી ત્યારે આંકડો બંધ થયો નહોતો. બંનેને રમનારો અલગ વર્ગ હતો. કોઈને આંકડો જ ફાવે, કોઈને લોટરી ફાવે. કિક્રેટમાં સેશન રમાય છે. દડે દડે બેટિંગ લાગે છે. દરેક આેવર માટે અલગથી બોલી લગાવવાની. આ પ્રકારની ઉત્તેજના સરકારી બેટિંગ વ્યવસ્થા પૂરી પાડી શકે કે કેમ તે એક સવાલ છેં

બીજું જુગાર રમવાની લત બધાને જાહેર કરવી ગમતી નથી. કેટલાક લોકો બિન્ધાસ્ત ફેંકતા હોય છે કે પોતે સટ્ટામાં કેટલા હાેંશિયાર છે, પણ શાણા વેપારીઆેનો મોટો વર્ગ ચૂપચાપ સટ્ટાે રમ્યા કરે છે. પોતે સટ્ટાે રમે છે તેવું જાહેર કરવાનું તેમને ગમે નહિ. આ વર્ગ ક્યારેય કાયદેસરના બેટિંગ નેટવર્કમાં આવે નહિ. તેમને ફોનમાં ખાનગીમાં ચાલતું બેટિંગ નેટવર્ક જ ફાવે. આવા સંજોગોમાં ભારતમાં સટ્ટાને કાયદેસર કરવો વ્યાજબી જાણતો નથી.

Comments

comments