સણોસરાના પટેલ વેપારીનો યુવતિ સાથે નિર્વં હાલતે વિડીયો ઉતારી બ્લેકમેઇલ કરાયા

February 9, 2018 at 2:59 pm


પાલિતાણાના કુંભણ અને હણોલ ગામના બે અને અન્ય એક અજાÎયા શખ્સે યુવતિ સાથે મળી વેપારીને શીશામાં ઉતાર્યા ઃ વિડીયો જાહેર કરવાની ધમકી આપી રૂા.20 લાખ માંગતા પોલીસ ફરિયાદ
વેપારી અને યુવતિ કઇ રીતે સંપર્કમાં આવ્યાં વેપારી પાલિતાણા શા માટે ગયા હતાં સહિતની બાબતો અંગે રહસ્ય ઃ ફરિયાદી બદનામ ન થાય તે માટે પોલીસે પણ પુરતી વિગતો
જાહેર ન કરી!!

સણોસરાના એક પટેલ વેપારી પાસેથી પૈસા પડાવવા પાલિતાણાના 3 શખ્સો અને યુવતિએ મળીને કારસો રચી અને વેપારી સાથે યુવતિનો નિર્વં વિડીયો ઉતારી લઇ બ્લેકમેઇલીગ શરૂ કરતા મામલો પોલીસ મથકે પહાેંચ્યો છે. આ પ્રકરણમાં વેપારીએ પોલીસ ફરિયાદ લખાવતા પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ગુનો નાેંધાયો છે. જ્યારે તપાસનો દોર એલ.સી.બી.ને સાેંપાયો છે. સણોસરાના વેપારીને પાલિતાણા બોલાવી અને એક મકાનમાં લઇ જઇ યુવતિએ કપડા ઉતરાવી બાદમાં ફિલ્મી સ્ટાઇલે તેમના મળતીયાઆેએ આવી જઇ વિડીયો ઉતારી લઇ વેપારીને ધમકાવી તેની પાસેથી રૂા.20 લાખની માંગણી કરી હતી. આ બનાવે ભારે ચકચાર મચાવી છે.
આ ચકચાર બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના સણોસરા ખાતે રહેતા વેપારી પાલિતાણાની યુવતિ સાથે કોઇ રીતે સંપર્કમાં આવ્યા હતા. દરમિયાનમાં ગત 4થીએ બપોરે વેપારીને આ યુવતિએ પાલીતાણા સØવિચાર હોસ્પિટલ પાસે બોલાવ્યા હતા. વેપારી સØ વિચાર હોસ્પિટલ પાસે ગયા ત્યારે યુવતિ તેને લીલાપીરની દરગાહ પાસે એક મકાનમાં લઇ જઇ વેપારીના કપડા ઉતરાવી બાદમાં પોતે પણ કપડા ઉતારી નાખ્યા હતા. આ સમયે ખુલ્લા દરવાજામાંથી ત્રણ શખ્સો ઘુસી આવ્યા હતા. જે પૈકી ભગવાન નાનુભાઇ આલ (રહે.કુંભણ)એ વેપારીને ત્રણ લાફા માર્યા હતા. જયારે વેપારી અને યુવતિનું નિર્વં હાલતમાં મોબાઇલમાં શુટીગ ઉતારી ગાળો દઇ હણોલના રઘા નાનુ તથા ભગવાન અને એક અજાÎયા ઇસમે પતાવટ કરવી હોય તો રૂા.ર0 લાખની માંગણી કરી હતી.
રૂા.20 લાખની માંગણી અંગે રકઝક બાદ આખરે વેપારીએ રૂા.સાડા અગીયાર લાખ આપવા તૈયાર થયા હતા. બાદમાં તેને પાલીતાણા ટાઉન પોલીસમાં કુંભણના ભગવાન નાનુભાઇ આલ, હણોલના રઘા નાનુભાઇ તથા યુવતિ અને એક અજાÎયા વિરૂધ્ધ પૂર્વ આયોજીત ગુન્હાહીત કાવત્રુ રચી પૈસા પડાવવાના ઇરાદે તેનો વિડીયો ઉતારી ગાળો દઇ ધમકી આપ્યાની ફરિયાદ લખાવતા પોલીસે તમામ વિરૂધ્ધ આઇપીસી કલમ 38પ, 386, 387, 389, 1ર0 બી 34 અને પ06-2 મુજબ ગુનો નાેંધી વધુ તપાસ એલસીબીના પીએસઆઇ એન.જી.જાડેજાએ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL