સતત ત્રીજા મહિને ચોમાસું નબળું રહ્યુંઃ હવામાન ખાતું

September 11, 2018 at 11:46 am


આેગસ્ટ મહિનામાં કેરળમાં ભયાનક પૂરની સ્થિતિ હતી અને બીજા રાજ્યોમાં પણ વધુ પડતો વરસાદ પડયો હતો છતાં આખા દેશની વાત કરવામાં આવે તો આેગસ્ટ મહિના દરમિયાન વરસાદની સૌથી ઉંચી ખાધ જોવા મળી હતી.
ભારતીય હવામાન વિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે સળંગ ત્રીજા મહિને વરસાદમાં ઘટ પડી છે. આેગસ્ટમાં લાેંગ પિરિયડ એવરેજ (એલપીએ)ના 92 ટકા વરસાદ પડéાે છે, જયારે જૂનમાં 95 ટકા અને જુલાઈમાં 94 ટકા વરસાદ પડéાે હતો એમ ભારતીય હવામાન વિભાગે દશાર્વ્યું હતું.
હવામાન વિભાગે ચોમાસાના રાષ્ટ્રવ્યાપી નબળા દેખાવ માટે પૂર્વ અને ઉત્તરપૂર્વક ભારતમાં વરસાદની ખાધને જવાબદાર ઠેરવી છે. સત્તાવાર રીતે દક્ષિપપશ્ચિમ ચોમાસાની સીઝન જૂનથી સપ્ટેમ્બર હોય છે. 15 સપ્ટેમ્બરથી ચોમાસુ રાજસ્થાનથી વિદાય લેવા માંડે છે અને તે પછી તબકકાવાર રીતે વિદાય લે છે. યોગાનુયોગ આેગસ્ટમાં કેરળમાં અભૂતપૂર્વ વરસાદ પડતાં રાજ્યનો કેટલોક હિસ્સો વરસાદમાં ડૂબી ગયો હતો.
હવામાન વિભાગ મુજબ કેરળમાં અત્યંત ભારે વરસાદ પડéાે છે, જયારે કણાર્ટકના દરિયાઈ વિસ્તાર, કણાર્ટકના દક્ષિણના અંતરિયાળ વિસ્તાર, તેલંગણા, દરિયાઈ આંધ્રપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં વધુ પડતો વરસાદ પડéાે હતો. બીજી બાજુ લક્ષદ્વિપ, પૂર્વ મધ્યપ્રદેશ, પશ્ચિમી મધ્યપ્રદેશ, ઝારખંડ, ગંગા તટના પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલય, અરૂણાચલપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ રાજસ્થાન, પંજાબ અને હરિયાણાનું સબડિવિઝન, ચંદીગઢ અને દિલ્હીમાં વરસાદની ઘટ હતી. આેગસ્ટમાં 241.4 મિલીમીટર વરસાદ નાેંધાયો હતો, જયારે સરેરાશ મુજબ તે 261.3 મિલીમીટર હોવો જોઈએ.

Comments

comments

VOTING POLL