સતત બીજા દિવસે ડાકસેવકોની હડતાલ

May 23, 2018 at 11:44 am


જામનગર જિલ્લા સહિત સાતમા પગાર પંચના મુદ્દે ડાકસેવકો ગઇકાલથી હડતાલ પર ઉતર્યા છે, આજે તેઆેની હડતાલનો બીજો દિવસ છે, જ્યાં સુધી તેઆેની માંગણીઆે નહી પોસાય ત્યાં સુધી હડતાલ પર ઉતારવાનું નક્કી કર્યું છે, જેના અનુસંધાને આજે બીજા દિવસે પણ જામનગર જિલ્લાના તમામ ડાકસેવકો હડતાલ પાડી છે. ડાકસેવકોની માંગણી છે કે સાતમા પગાર પંચની અમલવારી કરવામાં આવે અને જો આ અમલવારી કરવામાં નહી આવે તો અચોક્કસ મુØતની હડતાલ કરવામાં આવશે તેવું ડાકસેવકોએ જણાવ્યું છે, ઉપરાંત પગારની શહેર અને જિલ્લા કક્ષાએ કાર્યકતાર્ ડાકસેવકોએ વિસંગતતાનો મુદ્દાે પણ જણાવ્યો છે, જેમાં તેઆેના જણાવ્યા અનુસાર શહેરી કક્ષાએ કાર્યરત ડાકસેવકોને રૂા. 60 હજાર જેટલું મહેનતાણું ચૂકવાઇ છે અને ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતા ડાકસેવકોને રૂા. 10 હજાર જેટલું જ મહેનતાણું ચૂકવાય છે, આથી આ મુદ્દે પણ ડાકસેવકો આક્રાેશ વ્યક્ત કરી હડતાલ પર ઉતર્યા છે અનેક વખત રજૂઆતો કરવા છતાં તેમની માંગણીઆે ન્યાય ન મળતા અંતે ડાકસેવકો દ્વારા હડતાલ કાર્યક્રમ આપવામાં આવ્éાે છે. ડાકસેવકોની હડતાલને પગલે ગામડાઆેમાં ટપાલ સેવા, ઇલેકટ્રીક બીલ, ટેલિફોન બીલ, નાની બચત સહિતની સેવાઆેમાં ભારે અસર જોવા મળી રહી છે, શહેરી વિસ્તારમાં કેટલીક પોસ્ટ સેવાઆે ચાલુ રહેશે, પરંતુ ગ્રામીણ ડાકસેવકો હડતાલ પર ઉતરતા ગામડાઆેમાં તમામ પ્રકારની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે, ડાકસેવકોની હડતાલના પગલે ગ્રામ્ય વિસ્તારમાં ટપાલ વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે, આ હડતાલ પર ઉતરેલા પોસ્ટમેનોની માંગણીઆે સત્તવરે સરકાર દ્વારા સ્વીકારવામાં આવે તેવી રજૂઆત કરી છે.

Comments

comments

VOTING POLL