સતવારા સમાજના ધારાસભ્ય વંભધારવીયાનું સન્માન સમારંભ તથા સાકરતુલાનો કાર્યક્રમ

February 3, 2018 at 11:02 am


સમસ્ત સતવારા સમાજ, જામનગરનું ગૌરવ અને ગુજરાતભરમાં 182 ધારાસભ્યમાંથી માત્ર-1 ધારાસભ્ય પદે ચુંટાઇ આવતા સતવારા સમાજમાં જામનગર જિલ્લા તથા ગુજરાતભરનું ગૌરવ એવા ધારાસભ્ય વંભભાઇ વેલજીભાઇ ધારવીયાનો સત્કાર સમારંભ તથા સાકર તુલા કરીને સમાજની વાડી જામનગરમાં પ્રમુખ ભનુભાઇ માધુભાઇ ચૌહાણના અધ્યક્ષ સ્થાને અને સમાજના સંત શિરોમણી છોટે હરીદ્વાર બેડના મહંત દેવશીબાપા તથા સમાજના ઉપપ્રમુખ ગોરધનભાઇ રાઠોડ તથા મંત્રી ભગવાનજીભાઇ ખાણધર, ખજાનચી હરીશ દામજીભાઇ ધારવીયા, સહમંત્રી વિમલભાઇ જેન્તીભાઇ સોનગરા તથા સહ ખજાનચી રામજીભાઇ રતિલાલ કણજારીયા તથા તમામ કારોબારી સભ્યો તથા સમાજના શ્રેષ્ઠીઆે અને જામનગર જિલ્લાના 6 થી 7 હજાર સતવારા સમાજના ભાઇઆે બહેનોની ઐતિહાસિક હાજરીમાં તા.12-1-2018ના રોજ કાર્યક્રમ યોજાયેલ તેમા આપણા સમાજમાંથી ગુજરાત ધારાસભાની ચૂંટણીમાં ધારાસભ્ય પદે ચુંટાઇને આવતા આપણા સમાજના પ્રથમ ધારાસભ્ય જેમણે હાલની ચૂંટણીમાં ખુબ જ મજબુત ઉમેદવારને હરાવીને જામનગર જિલ્લા તથા સતવારા સમાજનું ગુજરાતભરમાં નામ રોશન કરેલ છે.

વંભભાઇ ધારવીયાનું સમાજના શ્રેષ્ઠઆે, હોદેદારો અને આગેવાનો તેમજ સમાજની હાજરીમાં સન્માન અને સાકરતુલા કરવામાં આવેલ, જામનગર જિલ્લા-77 વિધાનસભાની સીટ પરથી ચુંટાઇ આવતાં સમગ્ર જિલ્લામાં અને સમાજમાં હર્ષની લાગણીની હેલી વરસવા લાગે છે અને ગામે ગામનાં વંભભાઇના સન્માનના કાર્યક્રમો યોજીને સન્માનીત કરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં સમાજના જામનગર જિલ્લાના આગેવાનોમાં સમાજના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઇ કણજારીયા, ઠાકરશીભાઇ કટેશીયા, લાલજીભાઇ રાઠોડ, ભાણજીભાઇ કટેશીયા, કરશનભાઇ પરમાર તેમજ આગેવાનો મનસુખભાઇ ખાણધર, પરસોતમભાઇ કટેશીયા, દેવજીભાઇ નકુમ, છગનભાઇ ચૌહાણ તેમજ ગોકુળનગરના પ્રમુખ ગોકળબાપા હરીદ્વાર સમાજના પ્રમુખ માવજીભાઇ નકુમ, સોશ્યલ ગુ્રપના પ્રમુખ, રાજેશભાઇ રાઠોડ, રાજકોટ, સમાજના પ્રમુખ શાંતીભાઇ પરમાર, મનજીભાઇ પરમાર, કારૂભાઇ, ખંભાળિયાની નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઇ કણજારીયા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ હરીભાઇ નકુમ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને સતવારા સમાજના પૂર્વ પ્રમુખ કાન્તીભાઇ નકુમ એવા જ સમાજના અને રાજકીય આગેવાન જેન્તીભાઇ નકુમ, કલ્યાણપુરના જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, માર્કેટીગ યાર્ડના ડાયરેકટરો તેમજ આગેવાનો, લખુભાઇ નકુમ, રતનશીભાઇ, ભાટીયામાંથી સમાજના અગ્રણી ડી.એલ.પરમાર, મોરબી નગરપાલિકા પ્રમુખ, ગીતાબેન તથા એલ.ડી. કણજારીયા, લક્ષ્મણભાઇ તથા માણાવદરથી રમેશભાઇ થાનથી અશોકભાઇ, વાલજીભાઇ, હળવદથી ભવાનભાઇ સોનગરા, હરજીવનભાઇ, મકવાણા લખમણભાઇ, સોનગરા નારણભાઇ સોનગરા મનસુખભાઇ, હડીયલ જેન્તીભાઇ, ચાવડા ધનજીભાઇ અને સોનગરા બચુભાઇ, બોમ્બેથી બોમ્બે સમાજના પ્રમુખ, ભીવંડીના આગેવાનો તથા જામનગર જિલ્લાના સમાજના સરપંચો તથા કોર્પોરેટરો ભનુભાઇ ખાણધર, યોગેશભાઇ કણઝારીયા, ચુંટાયેલા નગરપાલિકાના કારોબારી ચેરમેનો તથા આજુબાજુના ગામોના સમાજના પ્રમુખોની બહોળી સંખ્યામાં હાજરીમાં આપણા સમાજના પ્રમુખ ભનુબાપાએ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે તમામ આગેવાનો તેમજ સમાજના ચેરમેનઆેની હાજરીમાં સમાજને એકતાના એકતારે બાંધવા હાકલ કરી અને ભવિષ્યમાં પક્ષાપક્ષીથી દૂર રહીને સમાજના જે વ્યકિત રાજકારણમાં ઉભા હોય ત્યારે અકે થઇને સતવારાના દિકરા તરીકે જોઇને તેને આગળ લઇ જવા જોઇએ તેથી ભવિષ્યમાં સામાજીકરણ, શિક્ષણ, સંગઠન એકતા અને રાજકારણમાં સમાજનું વર્ચસ્વ વધે તેવું ધારદાર અને જુસ્સાભેર માર્ગદર્શન આપેલ અને ત્યારપછી ધારાસભ્ય વંભભાઇ ધારવીયાએ પોતાની જીત બદલ સમાજનો આભાર માની ઋણ ચુકવવાનો કોલ આપેલ, સાથે સાથે 77-વિધાનસભામાં તમામ સમાજના મતોથી જીત મળેલ હોય તેથી દરેક સમાજનો પણ આ પ્રસંગે આભાર માનેલ.

પોતાના જીવનમાં રાજકારણ 1996થી પંચાયત સભ્યથી 15 વર્ષ સુધી સરપંચની સેવા આપેલ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે તેઆેના પત્નીના સારથી બનીને જામનગર તાલુકાના દરેક ગામોના પ્રશ્નોના નિકાલ આવે તેવા પ્રયત્નો કરેલ અને છેલ્લે પાંચ વર્ષ સુધી જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ઉમદા કામગીરી કરીને શિક્ષણમાં સારો અને યોગ્ય વહીવટ સુધારવા પ્રયત્ન કરેલ અને પોતે હાલ ધારાસભ્ય પદે ચુંટાયા છે.

પાંચ વર્ષ સુધી લોકોના પ્રાણપ્રશ્નો ઉકેલવા તથા સમાજીક સેવા વધુને વધુ થાય તેવા સમાજના લોકોને કામ આવતા અને સમાજનું ઉત્થાન તથા દરેક સમાજની સાથે રહીને રાજકારણ આગળ ધપાવવા જુસ્સાભેર પ્રવચન આપીને સમાજમાં ઉત્સાહ અને લાગણી અને જુસ્સો વધારેલ અને છેલ્લે છોડે હરીદ્વાર બેડના દેવશીબાપાએ સમાજને આશીર્વચન આપેલ અને આમંત્રિત મહેમાનોનું સ્વાગત સમાજના સભ્ય જમનભાઇ કચરાભાઇ રાઠોડે કરેલ, આભાર વિધી આપણા સમાજના કારોબારી સભ્ય જીતેન કે. પરમારે કરેલ તેમજ સમગ્ર કાર્યવાહીનું સંચાલન ખજાનચી હરીશભાઇ ધારવીયા તથા વિમલભાઇ સોનગ્રાએ કરેલ, સાથે સમાજમાં એકતા રહે તે રીતે મગનભાઇ પરમારે ત્રિવેણી સંગમરૂપી સંચાલન કરીને આ ઐતિહાસીક કાર્યક્રમને સફળ બનાવેલ તેવું સમાજના પ્રમુખ ભનુભાઇ માધુભાઇ ચૌહાણે પોતાની અખબાર યાદીમાં જણાવેલ છે.

Comments

comments

VOTING POLL