સત્તા માટે સોનિયા-પવારના ખોળે બેઠી શિવસેના

November 11, 2019 at 10:44 am


મહારાષ્ટ્રમાં સૌથી મોટા પક્ષ એવા ભાજપ દ્વારા સરકાર બનાવવાનો ઈનકાર કર્યા પછી હવે શિવસેનાએ સરકાર રચવા માટે પહેલ કરી છે અને શરદ પવારે મુકેલી શરતો સ્વીકારીને એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, આજે શિવસેના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે છે. એવું કહેવાય છે કે, શિવસેનાની રાષ્ટ્રવાદી કાેંગ્રેસ પાર્ટી સાથે ડીલ થઈ ગઈ છે. એનસીપી અને શિવસેના ભેગા મળીને સરકાર બનાવશે, જ્યારે ભાજપને સત્તામાં આવતા રોકવા માટે કાેંગ્રેસ એનસીપી-શિવસેના ગઠબંધનને બહારથી ટેકો આપી શકે છે. આ સુત્રોએ એમ પણ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે બનશે જ્યારે એનસીપીના શરદ પવાર નાયબ મુખ્યમંત્રી બનશે.
શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે, પાર્ટીના અધ્યક્ષ ઉÙવ ઠાકરેએ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં હવે પછીનો મુખ્યમંત્રી શિવસેનાનો હશે. તેમણે કહી દીધું એટલે સમજી લો કે તે જ થશે, પછી તે કોઈ પણ કિંમતે કેમ ન હોય.
આ બાજુ મહારાષ્ટ્ર કાેંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચૌહાણે જણાવ્યું કે, તેઆે રાજકીય ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. પક્ષના નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને નેતાઆે સાથે બેઠક કર્યા પછી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે કાેંગ્રેસે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. આજે કાેંગ્રેસ અને એનસીપી દ્વારા શ્રેણીબધ્ધ બેઠકો પણ યોજાઈ છે.

અરવિંદ સાવંતે મોદી મંત્રીમંડળમાંથી આપ્યું રાજીનામું
મોદી સરકારમાં શિવસેનાના કોટામાંથી મંત્રી બનેલા અરવિંદ સાવતે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. સાવંતે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ પર અડેલી શિવસેના અને ભાજપ વચ્ચેનો આ ગતિરોધ દિન પ્રતિદિન વધતો વધતો હવે દિલ્હી પહાેંચી ગયો. અરવિંદ સાવંત દક્ષિણ મુંબઈથી સાંસદ છે અને કેન્દ્રમાં શિવસેનાના કોટામાંથી મંત્રી બન્યા હતાં. તેઆે હેવી ઈન્ડસ્ટ્રી એન્ડ પિબ્લક એન્ટરપ્રાઈઝીસ વિભાગના મંત્રી હતાં પરંતુ હવે તેમણે પદ પરથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ ચૂંટણી પહેલા ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. પરંતુ પરિણામ આવતા જ શિવસેના 50-50ના ફોમ્ર્યુલા પર અડી ગઈ. અત્રે જણાવવાનું કે એનસીપીએ પણ શિવસેનાને સમર્થન આપવાના બદલે ઈશારા ઈશારામાં એનડીએથી અલગ થવાની વાત કરી હતી. એનસીપીના કદાવર નેતા નવાબ મલિકે સ્પષ્ટ કરતા કહ્યું હતું કે જો શિવસેના અમારું સમર્થન ઈચ્છતી હોય તો તેણે એનડીએ સાથે સંબંધ તોડવો પડશે અને ભાજપ સાથેના પોતાના સંબંધ પૂરા કરવા પડશે. તેમણે કહ્યું કે શિવસેનાને સમર્થન આપવાના બદલે કેન્દ્રીય કેબિનેટમાંથી પણ તેના મંત્રીઆેએ રાજીનામું આપવું પડશે. તેમણે કહ્યું હતું કે આ મુદ્દે ચર્ચા માટે 12 નવેમ્બરના રોજ પાર્ટીઆે પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે જેમા આગળની રણનીતિ પર વિચાર કરવામાં આવશે.

Comments

comments